જહોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાવડરના ઉપયોગથી કેન્સર થયું હોવાનાો દાવો માંડનારા ગ્રાહકને રૂપિયા 760 કરોડ ચુકવવાનો કોર્ટનો આદેશ

0
891
Reuters

ન્યુજર્સીના 46 વરસના ઈન્વેસિટર બેન્કર સ્ટીફન લેન્જો અને તેમના પત્ની ફ્રેડાએ જહોન્સન એન્ડ જહોન્સન બેબી પાવડરના ઉપયોગથી મેસોથેલિયોમાં થયાનો દાવો કરીને કંપની સામે કેસ કર્યો હતો. અદાલતે ચુકાદો આપીને જહોન્સન એન્ડ જહોન્સન કંપનીને ગ્રાહકને 760 કરોડ રૂપિયા ચુકવી દેવાનું ફરમાન કર્યું હતું. મેસોથેલિયોમાં એક પ્રકારનું કેન્સર છે જે શરીરના ટિશ્યુ, ફેફસાં, પેટ, હૃદય અને બીજા અંગો પર અસર કરે છે. બેબી પાવડરમાં અસબેસ્ટસ હોવાને લીધે મેસોથેલિયોમા થવાનો  કંપનીના ઈતિહાસમાં 120 વર્ષમાં આ પહેલો કેસ હતો.છેલ્લા બે વરસમાં કંપની પર સાત કેસ થયા હતા. જેમાંથી ચાર કેસમાં કોર્ટે કંપની પર આશરે 5950કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here