જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1820

મેષ (અ.લ.ઇ.)
આપની ચિંતાઓનો ભાર હળવો થશે. આર્થિક દષ્ટિએ સ્થિતિ સુધરવા પામશે. આ સમયગાળામાં કરેલું નાણાકીય રોકાણ ભવિષ્ય માટે શુભ ફળદાયી બની રહેશે. સ્થાવર મિલકતની બાબતમાં કોઈ પ્રશ્નો હશે તો તેનો ઉકેલ મળતાં આપની મૂંઝવણ દૂર થશે. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. 16, 17, 18 રાહત જણાય. તા. 19, 20 લાભકારક દિવસો પસાર થાય. તા. 21 મિશ્ર દિવસ. તા. 22 સામાન્ય દિવસ.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને નાણાકીય બાબતોમાં વિશેષ સંભાળવું પડશે. વધારાની આર્થિક જવાબદારીઓ પણ ઊભી થવા સંભાવના ખરી જ. આવકના પ્રમાણમાં જાવકનું પલ્લું ભારે બનતું જણાશે. કૌટુંબિક સમસ્યાઓના કારણે અશાંતિ રહ્યા કરશે. ખોટા વિવાદ ટાળવા. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળવું. તા. 19, 20 નાણાકીય લાભ થાય. તા. 21, 22 વિવાદથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)
આપની પરેશાનીનો અંત આવતો જણાશે. મહત્ત્વનાં કાર્યોમાં સરળતા રહેશે. નાણાકીય મૂંઝવણો દૂર થતાં વિશેષ આનંદ થશે. સ્નેહી-શુભેચ્છકોની મદદ મળતાં નાણાકીય પ્રશ્નો હલ થઈ શકશે. ધંધાકીય પ્રગતિ થવાની શક્યતાઓ પણ ખરી જ. નવું હાઉસ ખરીદવા માટે સમય સાનુકૂળ. તા. 16, 17, 18 રાહત જણાય. તા. 19, 20 નાણાકીય પ્રશ્નો હલ થશે. તા. 21, 22 સામાન્ય દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. મનનો બોજ હળવો થતાં વિશેષ આનંદ થશે. તેમ છતાં આર્થિક વ્યવહારોમાં ઉતાવળિયા નિર્ણયો લેવા હિતાવહ જણાતા નથી. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં નાણાકીય લાભ થવાની શક્યતાઓ ખરી જ. કૌટુંબિક પ્રશ્નો યથાવત્ રહેવા પામશે. તા. 16, 17, 18 રાહત જણાય. તા. 19, 20 આનંદમય દિવસો પસાર થાય. તા. 21, 22 સામાન્ય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. પડવા-વાગવાથી, વાહનથી ખાસ સંભાળવું હિતાવહ ગણાય. તે સિવાય વેપાર-રોજગારમાં નવીન તક મળતાં વિકાસનો માર્ગ ખુલ્લો થવાની શક્યતાઓ ખરી જ. સંતાનો તથા સ્વજનોના પ્રશ્નોની મૂંઝવણ હજુ યથાવત્ રહેશે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળવું. તા. 19, 20 શરીરની કાળજી વિશેષ રાખવી. તા. 21, 22 સ્વજનોની ચિંતા રહ્યા કરે.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જેવું જણાય નહિ. કોઈ અવિચારી કે સાહસયુક્ત ઉતાવળા નિર્ણયો લેવા હિતાવહ જણાતા નથી. શારીરિક સ્વાસ્થ્ય પણ સાવચેતી માગી લેશે. નાણાકીય મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. વ્યાવસાયિક કામગીરી માટે સાનુકૂળતા ઊભી થશે. મિત્રો તથા સ્નેહીજનો સાથેનો વિવાદ ટાળવા પ્રયત્ન કરવો. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળવું. તા. 19, 20 રાહત જણાય. તા. 21, 22 વિવાદથી દૂર રહેવું.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં આપને વિશેષ કાર્યબોજ રહેવાની સંભાવના ખરી જ. કામકાજ માટે સમય પ્રગતિકારક કહી શકાય. આર્થિક બાબતોમાં સાહસિક બનવું કે ઉતાવળા નિર્ણયો લેવા હિતાવહ જણાતા નથી. નોકરિયાત વર્ગને માટે બઢતી કે ફેરબદલીના યોગો પ્રબળ જણાય છે. વ્યાપાર-વ્યવસાયમાં વિશેષ મહેનત કરવી પડશે. પ્રવાસ ટાળવો. તા. 16, 17, 18 સામાન્ય દિવસો પસાર થાય. તા. 19, 20 સાહસથી દૂર રહેવું. તા. 21, 22 મહેનતથી લાભ થાય.

વૃશ્ચિક (ન.ય.)
આપનો સમય ધીમે ધીમે સાનુકૂળ બનતો જણાય છે. આપનાં આદરેલાં છતાં અધૂરાં રહેલાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. ખર્ચ વધવાની સંભાવના ખરી જ. સાથે સાથે નાણાકીય જોગવાઈ પણ થતી રહેતાં રાહત જણાશે. ગૃહસ્થી જીવનમાં સંવાદિતા જણાશે. મિલન મુલાકાત ફળશે. તા. 16, 17, 18 આનંદમય દિવસો ગણાય. તા. 19, 20 ખર્ચાળ દિવસો. તા. 21, 22 સાનુકૂળ દિવસો ગણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનથી આનંદ જેવું જણાશે નહિ. બિનજરૂરી કાર્યબોજ ગૃહસ્થ જીવનમાં અશાંતિ તથા નોકરી-ધંધામાં પણ આર્થિક દષ્ટિએ ઊભા થયેલા સંજોગો આપની માનસિક અશાંતિમાં વધારો કરે તેવા યોગો જણાય છે. દરેક રીતે દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું. તા. 16, 17, 18 મહત્ત્વના સમાચાર મળતાં આપનો આનંદ બેવડાશે. તા. 19, 20 ઉચાટ ઉદ્વેગ રહેશે. તા. 21, 22 સાહસથી દૂર રહેવું.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાશે. આપની મનની મૂંઝવણમાંથી મુક્ત થવાશે. કેટલાક પ્રયત્નો બાદ દરેક કાર્યમાં સફળતા મળતી જણાશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. બદલી-બઢતીના પડતર પ્રશ્નોનો નિકાલ પણ થઈ શકે તેવા યોગો જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને તેમ છે. તા. 16, 17, 18 ધારણા કરતાં વધુ લાભ થશે. તા. 19, 20 લાભકારક દિવસો પસાર થાય. તા. 21, 22 ધાર્યું કામ થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને નોકરિયાત વર્ગે વિશેષ તકેદારી રાખવી પડશે. કાર્યબોજ વધશે. નાણાકીય આવક ઘટતાં વ્યાપાર-વ્યવસાયમાં નાણાભીડનો અનુભવ થવાની શક્યતાઓ પણ ખરી જ. આરોગ્યની કાળજી વિશેષ રાખવી. વિવાદથી દૂર રહેવું. પ્રવાસ ટાળવો. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળવું. તા. 19, 20 નોકરિયાત વર્ગે ખાસ સંભાળવું. તા. 21, 22 આરોગ્યની કાળજી રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરોફરો, પરંતુ મનમાં ઉચાટ ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે છતાં જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ રાહત જેવું અવશ્ય જણાશે. વિશેષમાં હાથ ધરેલાં અગત્યનાં કામોમાં પણ સફળતા મળતાં નવા લાભો ઊભા થશે. સંતાનો થકી વિશેષ આનંદ થશે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળવું. તા. 19, 20 રાહત થાય. તા. 21, 22 લાભ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here