દેશવાસીઓ પોતાની મૂળ ફરજોને ઓળખે: દ્રોપદી મુર્મૂ

 

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રના નામે આ તેમનું પ્રથમ સંબોધન હતું. તેમણે કહ્યું કે સ્વાધીનતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હું હાર્દિક અભિનંદન આપું છું. ૧૪ ઓગસ્ટના દિવસે ભાગલા-વિભીષિકા સ્મૃતિ-દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. આ સ્મૃત દિવસને મનાવવાના હેતુથી સામાજિક સદ્ભાવ, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન મળે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી પાસે જે કંઇ પણ હોય તે આપણી માતૃભૂમિએ આપેલું છે. તેથી આપણે આપણા દેશની સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ઘિ માટે આપણું સર્વસ્વ જ અર્પણ કરવાનો સંકલ્પ લેવો જોઇએ. હું ભારતના સશસ્ત્ર દળો, વિદેશોમાં સ્થિત ભારતીય મિશનો અને આપણી માતૃભૂમિને ગૌરવાન્વિત કરનારા પ્રવાસી-ભારતીયોને સ્વાધીનતા દિવસના અભિનંદન પાઠવુ છું.

તેમણે કહ્યું કે, આજે આપણા પર્યાવરણ સામે નવા-નવા પડકારો ઉભી થઇ રહ્યાં છે ત્યારે આપણે ભારતની સુંદરતા સાથે જોડાયેલી દરેક ચીજનું દ્ઢતાથી સંરક્ષણ કરવું જોઇએ. જળ, માટી અને જૈવિક વિવિધતાનું સંરક્ષણ આપણી ભાવિ પેઢીઓ પ્રતિ આપણું કર્તવ્ય છે. આપણા દેશની ઘણી બધી આશાઓ આપણી દીકરીઓ પર ટકેલી છે. સમુચિત તક મળતા તે શાનદાર સફળતા હાંસલ કરી શકે છે. આપણી દીકરીઓ ફાઇટર-પાયલટથી લઇને સ્પેસ સાયન્ટિસ્ટ બનવા સુધીના દરેક ક્ષેત્રમાં પોતાની પતાકા ફરકાવી રહી છે. 

મુર્મૂએ કહ્યું કે, મહિલાઓ અનેક ‚ઢિઓ અને અવરોધને પાર કરતાં આગળ વધી રહી છે. સામાજિક અને રાજકીય પ્રક્રિયાઓમાં તેમની વધતી ભાગીદારી નિર્ણાયક સાબિત થશે. આજે આપણી પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ૧૪ લાખ કરતાં વધારે છે. આજે દેશમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને અર્થવ્યવસ્થા તથા તેમની સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોમાં જે સારા પરિવર્તન જોવા મળી રહ્યાં છે તેમના મૂળમાં સુશાસન પર વિશેષ ભાર મૂકવાની મુખ્ય ભૂમિકા છે. દેશના દરેક નાગરિકને મારો અનુરોધ છે કે તે પોતાના મૂળ કર્તવ્યો અંગે જાણે, તેમનું પાલન કરે, જેનાથી આપણો રાષ્ટ્ર નવી ઊંચાઇઓને સ્પર્શી શકે. ભારતમાં આજે સંવેદનશીલતા અને ક‚ણાના જીવન મૂલ્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ જીવન મૂલ્યોનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા વંચિત, જ‚રિયાતમંદો તથા સમાજના હાંશિયા પર રહેનારા લોકોના કલ્યાણે હેતુ કાર્ય કરવાનો છે. જ્યારે દુનિયા કોરોના મહામારીના ગંભીર સંકટના આર્થિક પરિણામો સામે ઝઝૂમી રહી હતી ત્યારે ભારતે પોતાને સંભાળ્યું અને હવે પુન: તીવ્ર ગતિએ આગળ વધવા લાગ્યું છે. હાલ ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here