દ.આફ્રિકા-બ્રાઝિલથી આવતા કોરોનાના તાણને રોકવા કેન્દ્રની ગાઇડલાઇન

 

નવી દિલ્હીઃ એક તરફ સમાચાર આવ્યા છે કે ભારતમાં અત્યાર સુધી ૯૫ લાખ લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. ત્યાં બે દિવસ પહેલા ભારતમાં ચાર લોકોમાં કોરોનાનો દ. આફ્રિકાવાળો પ્રકાર જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં માંડ માંડ કોરોના કાબૂમાં આવ્યો છે. એવામાં જો નવા પ્રકારથી દહશત ફેલાય તો તકલીફ વધી જશે માટે જ આજે કેન્દ્રએ દેશમાં વિદેશથી આવતા મુસાફરો માટે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. જે સોમવારની રાતથી એટલે કે ૨૨ ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

આપને જણાવી દઇએ કે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ૨૮ ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી છે અને ભારત અને વિદેશની તમામ વિદેશી ફ્લાઇટ્સ અન્ય દેશો સાથેના એર બબલ કરાર હેઠળ ચલાવવામાં આવી રહી છે.

વિદેશી મુસાફરો માટે નવી માર્ગદર્શિકાઓ શું છે?

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ મુજબ યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ સિવાયના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ફ્લાઇટમાં બેસતા પહેલા એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કરવું પડશે.

આ ફોર્મ સાથે ફલાઇટમા બેસવા પહેલાના વધુમાં વધુ ૭૨ કલાક પહેલા કઢાવેલો નેગેટિવ corona  ટેસ્ટ રિપોર્ટ પણ www.newdelhiairport.in પર સબમિટ કરાવવો પડશે, ફક્ત એવા જ મુસાફરો કે જેઓ પોતાના પરિવારના સદસ્યના મોતના મામલે ભારત આવતા હોય તેમણે આ રિપોર્ટ સબમિટ કરવા માટે છૂટ આપવામાં આવી છે.

આ સિવાય એરપોર્ટ પર પણ થર્મલ સ્ક્રીનિંગ થશે જેમાં જો કોઇનામાં કોરોનાના લક્ષ્ણો જોવા મળશે તો તેમને ફ્લાઇટમાં ચઢવા દેવામાં આવશે નહીં. જો કોઇ મુસાફરો યુકે, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાંથી કનેક્ટેડ ફલાઇટ્સ લઇને આવતા હોય તો તેમના માટે પણ આ નિયમો લાગુ પડશે.

જે મુસાફરો ભારતથી કનેક્ટેડ ફલાઇટ્સ લેશે તેમનું પણ ભારતના એરપોર્ટ પર ચેકિંગ થશે અને તેમના ચેકિંગમાં ૬-૮ કલાકનો સમય લાગશે, જેણે દરેક મુસાફરોએ નોંધ લેવી. દરેક એરલાઇન્સે ભારત એરપોર્ટ પર મુસાફરો ઉતરે તે પહેલા એવા મુસાફરોને પહેલેથી જ અલગ પાડી દેવા જે પાછલા ૧૪ દિવસમાં યુકે, બ્રાઝિલ કે દ.આફ્રિકાથી આવતા હોય. યુકે, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાંથી આવતા તમામ મુસાફરોએ ભારત એરપોર્ટ પર સ્વ-ખર્ચે ફરજિયાત મોલેક્યુલર ટેસ્ટ (moleculer test) કરાવાનો રહેશે

જે વિદેશી મુસાફરો ભારતમાં ૧૪થી ઓછા દિવસ માટે રોકાવાના હોય, જેમનામાં કોરોનાના લક્ષ્ણો ન હોય તેમણે પણ ઉપરોક્ત કાર્યવાહીમાંથી પસાર થવુ પડશે, એટલું જ નહીં તેમણે ભારત છોડતી વખતે જે તે રાજ્યના આરોગ્ય વિભાગને જણાવ્યા પછી રવાના થવુ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here