બ્રિટનમાં નવેમ્બરથી કોરોના વાઇરસ રસી લગાવવાની તૈયારી કરી રહી છે

 

લંડનઃ બ્રિટનમાં હોસ્પિટલોને કોરોના વાઇરસ વેક્સિન લગાવવાની તૈયારી શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે જલદી તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાઇરસ વેક્સિનની પ્રથમ બેચ સોંપી દેવામાં આવશે. હોસ્પિટલોને કહ્યું કે, બે નવેમ્બરથી શરૂ થઈ રહેલ સપ્તાહથી કોરોના વાઇરસ વેક્સિન લગાવવાની તૈયારી શરૂ કરી દે. 

ઓક્સફોર્ડની કોરોના વાઇરસ વેક્સિનને આ મહામારીના ખાત્મા માટે ગેમચેંજર માનવામાં આવી રહી છે. અત્યાર સુધીના ટ્રાયલમાં આ વેક્સિનના પ્રભાવી પરિણામ સામે આવ્યા છે. કોરોના વાઇરસથી અત્યાર સુધી ૧૧ લાખ ૫૦ હજાર લોકોના મૃત્યુ થયા છે. તો દુનિયાભરની અર્થવ્યવસ્થા કોરોના સંકટને કારણે તહાબી પર પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ઓક્સફોર્ડ, ફાઇઝર અને બાયોએટેકની કોરોના વાઇરસ વેક્સિનને જલદી મંજૂરી મળી હશે. 

ઓક્સફોર્ડની કોરોના વાઇરસ વેક્સિનને ખ્ક્ષ્ઝ઼૧૨૨૨ ંશ્વ ઘ્ત્ર્ખ્ફુબ્હૃ૧ ઁઘ્ંસ્-૧૯ નામ આપવામાં આવ્યું છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ અસ્ત્રાઝેનેકાની સાથે મળીને તૈયાર કરી છે. બ્રિટનનું નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં પાંચ જગ્યાઓ પર વેક્સિન લગાવવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. આ માટે એનએચએસના હજારો કર્મચારીઓને તે જગ્યા પર તૈનાત કરવામાં આવશે. દરરોજ ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોને કોરોનાની રસી લગાવવાની યોજના છે. 

બ્રિટિશ અખબાર ‘ધ સન’ના રિપોર્ટ પ્રમાણે રસીકરણ દરમિયાન કોરોના સંક્રમણથી સૌથી વધુ ખતરાનો સામનો કરી રહેલા લોકોને પહેલા બોલાવવામાં આવશે. કોરોનાની રસી લગાવવા માટે લીડ્સ, હલ અને લંડનમાં સેન્ટર બનાવવામાં આવશે. આ કેન્દ્રો પર ટ્રેઇની નર્સ અને પેરામેડિકલને તૈનાત કરવામાં આવશે. આ સિવાય મોબાઇલ યુનિટને તૈયાર કરવામાં આવશે જે જરૂરીયાતમંદ લોકો અને કેયર હોમ્સ સુધી પહોંચશે. 

બ્રિટિશ સરકારે કહ્યું કે, કોરોના વાઇરસ વેક્સિન લગાવવા દરમિયાન સેના તૈનાત કરવામાં આવશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, એવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે કે એનએચએસ અને જવાનોને સાથે લેવામાં આવે જેથી કોરોના વાઇરસ વેક્સિન લગાવી શકાય. તેમણે કહ્યું કે, વેક્સિનની આશામાં મોટું કિરણ છે. મહત્ત્વનું છે કે બ્રિટનમાં વેક્સિનની રેસમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન સૌથી આગળ ચાલી રહી છે. આ વેક્સિનની ટ્રાયલ એપ્રિલ મહિનાથી જારી છે. 

બ્રિટનની સરકારે વેક્સિનની મંજૂરી મળ્યા પહેલા જ ૧૦ કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ઓક્સફોર્ડની વેક્સિન એક વ્યક્તિને બે વાર લગાવવી પડશે. તેનાથી બ્રિટન સરકારની મુશ્કેલી વધી ગઈ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થ વર્કર્સ સિવાય સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા અન્ય ડોક્ટરોની પણ મદદ વેક્સિન લગાવવામાં કરવામાં આવશે. કેયર હોમમાં રહેનારા લોકો બાદ ૮૦ વર્ષની વધુ ઉંમરના લોકો અને એનએચએસ સ્ટાફને વેક્સિન લગાવવામાં આવશે. ત્યારબાદ ૬૫ વર્ષના લોકો અને પછી યુવાનોને રસી લગાવવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here