કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયાએ બીજી કોરોના વાઇરસ રસીને મંજૂરી આપી

 

મોસ્કોઃ કોરોના વાઇરસ મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયાથી એક સારા સમાચાર આવ્યા છે. રશિયાએ પોતાની બીજી કોરોના વાઇરસ રસી રજિસ્ટર્ડ કરી છે. રશિયાની બીજી રસીનું નામ EpicVacCorona છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયાએ કોરોના વાઇરસની પહેલી રસી Sputnik-V મંજૂરી આપી હતી. જે દુનિયાભરમાં કોવિડ-૧૯ની પ્રથમ રસી છે. 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને બુધવારે કેબિનેટ સભ્યો સાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, મારી પાસે એક સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે કોરોના વાઇરસની બીજી રશિયન રસી રજિસ્ટર્ડ કરી છે. તેમણે કહ્યું કે, આપણે પહેલી અને બીજી રસીના ઉત્પાદનને વધારવાની જરૂર છે. આપણે આપણા વિદેશી સહયોગીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું અને રસીને વિદેશમાં પણ પ્રોત્સાહન આપીશું.

રશિયાએ  EpicVacCorona રસીનું નિર્માણ સાઈબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઈનિ્સ્ટટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી)માં કર્યું છે. આ રસીએ સપ્ટેમ્બરમાં પોતાના પ્રાથમિક તબક્કાના માનવ પરીક્ષણને પૂરું કર્યું હતું અને માનવ પરીક્ષણના પરીણામોને પ્રકાશિત કરવાના હજુ બાકી છે. આ બાજુ વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હજુ શરૂ થયું નથી. રશિયન સરકારે જણાવ્યું કે નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે બીજી કોરોના વાઇરસ રસી EpicVacCorona રજિસ્ટર્ડ કરી છે. પહેલી રસીથી અલગ આ રસી સિન્થેટીક વાઇરસ પ્રોટીનનો ઉપયોગ કરીને એક એન્ટીબોડી પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here