અમેરિકા પર મોટી મુસિબત!, આઠ શહેરમાં અલર્ટ 

 

વોશિંગ્ટનઃ કોરોના સામે ઝઝૂમી રહેલા અમેરિકામાં પીવાના પાણીના સપ્લાયની અંદર મગજમાં ઘૂસીને ખોતરી નાખનારા ઘાતક ‘નેગલેરિયા ફાઉલરલી’ અમીબા મળી આવતા આઠ શહેરોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અમીબા દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાં મળી આવ્યા છે. જેના કારણે એક કસ્બામાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. ટેક્સાસના પર્યાવરણ કમિશન તરફથી જાહેર કરાયેલી ચેતવણીમાં નાગરિકોને કહેવાયું છે કે તેઓ પાણીનો ઉપયોગ ન કરે. શુક્રવારે આ અમીબા પાણીમાં મળી આવ્યા છે. આયોગે કહ્યું છે કે તેઓ આ સમસ્યાનું જલદી સમાધાન લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ જીવાણુ માટી, ગરમ ઝીલ, નદીઓ અને ગરમ જળધારાઓમાં મળી આવે છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here