ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહિ, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત

 

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાઇરસ કેર વરસાવી રહેલો કોરોના ભારતમાં લગભગ એટલો ખતરનાક સાબિત ન થાય. અમેરિકા, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ જેવા વિકસિત દેશોમાં કોવિડ-૧૯એ લાશોના ઢગલા કરી દીધા છે. પરંતુ ભારતમાં આટલી ભયાનક સ્થિતિ હશે નહિ. કેન્દ્ર સરકારનું અનુમાન આજ કહે છે. સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધન પ્રમાણે, દેશ ખરાબથી ખરાબ સ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ ગયો છે. તેમણે કહ્યું કે, ઘણાં વિકસિત દેશોમાં જે સ્થિતિ બની, અમે તે પ્રકારની સ્થિતિમાં ભારતને જોઈ રહ્યાં નથી. તેમણે જાણકારી આપી છે કે છેલ્લાં ત્રણ દિવસમાં, કોરોના વાઇરસ મામલાનો ડબલિંગ રેટ આશરે ૧૧ દિવસનો રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરીએ તો ડબલિંગ રેટ ૯.૯ દિવસ થઈ જાય છે. શનિવારે તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ૩.૩ ટકા છે જે વિશ્વના સૌથી ઓછા ફેટલિટી રેટ્સમાં સામેલ છે. આ સિવાય ભારતનો રિકવરી રેટ ૨૯.૯ ટકા થઈ ગયો છે. આ બધા સારા સંકેત છે એમ તેમણે કહ્યું હતું.

વધતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કર્યો છે. હવે સામાન્ય કેસમાં ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગની જરૂર રહી નથી. કોરોના દર્દીમાં કોઈ લક્ષણ ન દેખાવા, તેની સ્થિતિ સામાન્ય લાગવા પર ૧૦ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે. ડિસ્ચાર્જ બાદ દર્દીએ ૧૪ દિવસની જગ્યાએ ૭ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. ડિસ્ચાર્જના ૧૪માં દિવસે ટેલિ-કોન્ફરન્સ દ્વારા દર્દીનું ફોલો-અપ લેવામાં આવશે. 

ભારતમાં શનિવાર સવાર સુધી કોવિડ-૧૯થી સંક્રમિત લોકોની સંખ્યા ૫૯,૦૦૦ને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, અત્યાર સુધી ૧૯૮૧ લોકોનાં મૃત્યુ સહિત ૫૯,૬૬૨ લોકો કોવિડ-૧૯થી સંક્રમિત થયા છે. તો સારવાર બાદ કુલ ૩૯,૩૮૪ લોકોને પૂર્ણ સ્વસ્થ થવા પર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દી મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધી ૧૯,૦૬૩ કેસ નોંધાયા છે તો ૭૩૧ લોકોનાં મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોવિડ-૧૯થી થયેલા મૃત્યુનો આંકડો ૨,૭૦,૦૦૦ને પાર પહોંચી ગયો છે. કોરોના મામલાની સંખ્યા ૪૦,૦૦૦૦૦ને પાર પહોંચી ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાઇન્સ એન્ડ એન્જિનિયરિંગે આ માહિતી આપી છે. કોરોનાથી સૌથી વધુ મોત ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં થયા છે. અમેરિકા સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધી ૭૭,૧૮૦નાં મૃત્યુ થયા છે. તો બ્રિટનમાં ૩૧,૩૧૬નાં મૃત્યુ થયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here