92 દેશોની પોલીસ નિ્રવ મોદીને શોધી રહી છે

0
1018

પીએનબી ગોટાળાના મામલામાં ઈન્ટરપોલે નિરવ મોદી વિરુધ્ધ રેડ કોર્નર  નોટિસ જારી કરી

11 રાષ્ટ્રની પોલીસ ડોનને શોધી રહી છે. આમ છતાં એની ધરપકડ થઈ શકતી નથી. હવે નિરવ મોદીને ભાગેડુ જાહેર કર્યા બાદ દુનિયાના માત્ર 11 દેશોની નહિ, પરંતુ 192 દેશોની પોલીસ તેને શોધી રહી છે. વાસ્તવમાં 13,578કરોડ રૂપિયાના ગોટાળાના મામલામાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન – ઈન્ટર પોલ દ્વારા સોમવારે નીરવ મોદી વિરુધ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની સામે વિદેશમાં લેવામાં આવેવું આ પ્રથમ કાયદાકીય પગલું છે. ઈન્ટરપોલે નિરવ મોદીના ભાઈ નિશ્ચલ મોદી અને કંપનીના એક્ઝ્યુકિટિવ સુભાષ પરબ વિરુધ્ધ પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. નિરવ મોદી વિરુધ્ધ ગત ફેબ્રુઆરી મહિનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા  પછી ભારતની તપાસ એજન્સીઓએ ઉપરોક્ત આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જરી કરવાનો ઈન્ટરપોલને અનુરોધ કર્યો હતો. સત્તાવાર સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, સીબીઆઈ અને ઈડીએ છેતરપિંડી, ક્રિમિનલ કોન્સપરન્સી તેમજ ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગના મામલામાં ઉપરોક્ત નોટિસ જરી કરવામાં આવી હોવાનું મનાય છે. રેડ કોર્નર નોટિસ જારી કરવાનો આશય દુનિયાના દેશોને આરોપી બાબત સાવચેતી આપવાનો છે. આ રેડ કોર્નર નોટિસ જારી કરવાને કારણે આરોપીના વિદેશ- પ્રવાસો પર પણ અંકુશ મૂકાશે.