73 વરસ પહેલાં જાપાનના હિરોશિમા પર અમેરિકાએ પરમાણુ બોમ્બથી હુમલો કર્યો હતો…!

0
854
Reuters

જાપાનના હિરોશિમા શહેર પર આજથી 73 વરસો પહેલાં પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આજે હિરોશિમા શહેરમાં ઘંટ વગાડીને લોકોએ એ કારમા દિવસની સ્મૃતિને તાજી કરી હતી. અમેરિકાે કરેલા આ ઘાતકી અને અમાનવીય હુમલામાં આશરે 1,40. 000 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં બોલતાં જાપાનના મેયરે પરમાણુ શસ્ત્ર રહિત વિશ્વનું આવાહન કર્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, કેટલાક દેશો સ્વ- કેન્દ્રિત રાષ્ટ્રવાદનું નિર્માણ કરી રહ્યા છે. પરમાણુ જોખમનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના વલણથી તેઓ વિ્શ્વમાં તનાવની પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે!