5G સ્પેક્ટ્રમની હરાજીમાં રિલાયન્સ JIOનો દબદબો

 

નવી દિલ્હી: ૫જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ કુલ ૮૮૦૭૮ કરોડ રૂ‚પિયાના ૫જી સ્પેક્ટ્રમ હાસિલ કરવા માટે બોલી લગાવી હતી. ભારતી એરટેલે ૪૩૦૮૪ કરોડ રૂપિયા, વોડાફોન-આઈડિયાએ ૧૮૭૯૯ કરોડ રૂ‚પિયા તો અદાણી સમૂહે માત્ર ૨૧૨ કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની બોલી લગાવી છે. ટેલીકોમ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આ જાણકારી આપી હતી. 

સાત દિવસ સુધી ચાલેલી ૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલીકોમ કંપનીઓએ ૧,૫૦,૧૭૩ કરોડ રૂ‚પિયાના સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી છે. જેમાં માત્ર રિલાયન્સ જિયોની ભાગીદારી ૫૯ ટકા છે. રિલાયન્સ જિયોએ કુલ ૮૮૦૭૮ કરોડ રૂ‚પિયાની ૫જી સ્પેક્ટ્રમ હાસિલ કરવા માટે બોલી લગાવી છે. ૭૦૦ મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ માટે રિલાયન્સ જિયો  તમામ ૨૨ સર્કલમાં ટોપ બિડર છે. જિયોએ કુલ ૨૪૭૪૦ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ હાસિલ કર્યાં છે. ભારતી એરટેલે ૧૯૮૬૭ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે ૪૩૦૮૪ કરોડ રૂ‚પિયાની બોલી લગાવી હતી. વોડાફોન-આઈડિયાએ ૧૮૭૯૯ કરોડ રૂ‚પિયાની બોલી ૫જી સ્પેક્ટ્રમ માટે લગાવી હતી. અદાણી સમૂહના અદાણી ડેટા નેટવર્કે ૪૦૦ મેગાહર્ટ્ઝ ૫જી સ્પેક્ટ્રમ માટે ૨૧૨ કરોડ રૂ‚પિયાની બોલી લગાવી હતી. 

ટેલીકોમ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે જેટલા ૫જી સ્પેક્ટ્રમ ઓફર કર્યા હતા, તેમાંથી ૭૧ ટકા સ્પેક્ટ્રમ વેચાઈ ગયા છે. સરકારે ૭૨,૦૯૮ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બ્લોક પર રાખ્યા છે, જેમાંથી ૫૧૨૩૬ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ વેચાઈ ચુક્યા છે અને કુલ ૧,૫૦,૧૭૩ કરોડ રૂ‚પિયાની બોલી લગાવવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ૧૦ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સ્પેક્ટ્રમની ફાળવણીનું કાર્ય પૂ‚રૂ કરી લેવામાં આવશે અને જેટલું સ્પેક્ટ્રમ ખરીદવામાં આવ્યું છે તેને દેશમાં ૫જી મોબાઇલ સર્કલને લોન્ચ કરી શકાશે. 

ટેલીકોમ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કહ્યુ કે ૫જી સ્પેક્ટ્રમની સફલ હરાજી દેશના ટેલીકોમ સેક્ટર માટે સારો સંકેત છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને -થમવાર ટેલીકોમ સેક્ટરમાં ઉતરેલા અદાણી ડેટા નેટવર્કે ૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. 

માનવામાં આવી રહ્યું છે કે એકવાર ટેલીકોમ કંપનીઓને ૫જી સ્પેક્ટ્રમની ફાળવણી બાદ ઓક્ટોબર ૨૦૨૨મા દેશના ઘણા મોટા શહેરોમાં ૫જી મોબાઇલ સેવાની શરૂ‚આત થઈ જશે. એક અનુમાન પ્રમાણે ૫જીની સ્પીડ ૪જીથી ૧૦ ગણી વધુ છે. ૫જી  શરૂ થયા બાદ ઓટોમેશનનો નવો સમય શરૂ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here