નવી દિલ્હી: અત્યાધુનિક ટેકનોલોજીની ઝડપ પર યુવાનોની વધતી નિર્ભરતા અને સાથે જ તેમના પ્રત્યે વધતા આકર્ષણ વચ્ચે દેશને સસ્તા ડેટાના યુગથી પરિચય કરાવનારા મુકેશ અંબાણીએ મોટી શીખ આપી છે. તેમણે કહ્યુ કે સમાજમાં યુવાનો માટે 4G કે 5G કરતા ખાસ તેમના માતાજી અને પિતાજી છે.
ઝડપી ગતિના જીવનમાં પરિવારને ભૂલવાના વધતા ચલણ વચ્ચે અંબાણીએ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના ૧૦માં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને શીખ આપી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિના પ્રમુખ અનુસાર ભલે દીક્ષાંત સમારોહનો દિવસ વિદ્યાર્થીઓનો દિવસ છે, પરંતુ તમારા માતા-પિતા આ દિવસની ખૂબ રાહ જોઈ રહ્યા હોય છે. આ તેમના જીવનનું સપનુ હોય છે. તેથી બાળકોએ પોતાના માતા-પિતાના ત્યાગને ભૂલવો જોઈએ નહીં.
વધુમા તેમણે કહ્યુ કે યુવાન હાલ ૫ઞ્ને મુદ્દે ખૂબ ઉત્સાહિત છે, પરંતુ માતાજી અને પિતાજી કરતા મોટુ કોઈ ‘જી’ નથી. મુકેશ અંબાણી પંડિત દીનદયાળ યુનિવર્સિટીના સંચાલક મંડળના અધ્યક્ષ છે.
વિદ્યાર્થીઓને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા ૨૦૪૭ સુધી ૧૩ ગણી વધીને ૪૦,૦૦૦ અરબ ડોલર પર પહોંચી શકે છે. ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વર્તમાનમાં માત્ર અમેરિકા, ચીન, જાપાન અને જર્મની કરતા પાછળ છે. તેમણે કહ્યુ અમૃત કાળ દરમિયાન દેશ આર્થિક વિકાસ અને અવસરોમાં એક અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળશે. સ્વચ્છ ઉર્જા, જૈવ-ઉર્જા અને ડિજિટલ ક્રાંતિ જેવી ત્રણ મહત્વપૂર્ણ ક્રાંતિ આગામી દાયકાઓમાં ભારતની આર્થિક વૃદ્ધિની અધ્યક્ષતા કરશે.