56 ઈસ્લામિક દેશોની પરિષદમાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજની ખાસ મહોેમાન તરીકે હાજરી..અબુધાબીમાં આયોજિત બેઠકમાં સુષમા સ્વરાજે ઊઠાવ્યો આતંકવાદનો મુદો્…સુષમા સ્વરાજનું પ્રસંગોચિત તેમજ હિંમતપૂર્ણ નિવેદન …આતંકવાદ દુનિયાભરમાં વિનાશ વેરી રહ્યો છે… લાખો માનવોના જીવનને ભરખી ગયોછે આતંકવાદ..આતંકનો કોઈ ધર્મ નથી હોતો. આતંકવાદ એ માનવતાનો મોટો શત્રુ છે….

0
934


તાજેતરમાં૆ અબુધાબીમાં યોજાયેલી ઓર્ગે નાઈઝેશન ઓફ ઈસ્લામિક કો- ઓપરેશન ( ઓઆઈસી)ની બેઠકમાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ગેસ્ટ ઓફ ઓનર – વિશેષ મહેમાન તરીકે હાજરી આપી હતી. આશરે 56 જેટવા ઈસ્લામિક રાષ્ટ્રો  આ સંગઠનના સભ્યો છે. આ સંગઠનની બેઠકમાં ભારતને આમંત્રિત કરવામાં આવ્યું એ પાકિસ્તાનને બિલકુલ ગમ્યું નહોતું.

 સુષમા સ્વરાજે ઉપરોક્ત બેઠકને સંબોધન કરતાં જણાલ્યું હતું કે, અમારી લડાઈ આતંકવાદ વિરુધ્ધ છે., કોઈ ધર્મની વિરુધ્ધ નથી. આતંકવાદનો કોઈ ધર્મ નથી. આખું વિશ્વ આજે આતંકવાદની સમસ્યાથી સંત્રસ્ત છે. આતંકવાદી સંગઠનોને મળતા ફંડ- નાણાકીય ભંડોળ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે  કોઈ પણ દેશનું નામં લીધા વિના પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ત્રાસવાદનો ઉલ્લેખ કર્યો હતો. સુષમા સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે, ભારત આતંકવાદ સામે મક્કમતાથી ઝઝૂમી રહ્યું છે. આતંકવાદનો જુલ્મ વધતો જાય છે, એનો વિસ્તાર વ્યાપક બનતો જાય છે. આજે આતંકવાદ અને જાતિવાદ એક નવા સ્તરપર પહોંચી ગયા છે. આતંકવાદને સંરક્ષણ અને આશ્રય આપવાનું બંધ કરવું જરૂરી છે. આતંકવાદી સંગઠનોને અપતો નાણાકીય ફાળો- નાણા ભંડોળ બંધ થવું જોઈએ. આતંકવાદ સામેતી લડાઈ એ કોઈ ધર્મની સામેની લડાઈનથી. સંસ્કૃતિઓનું સંસ્કૃતિઓથી મિલન થવું જોઈએ. ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે. અલ્લાહના 99 નામમાંથી કોઈ પણ નામનો અર્થ હિંસા થતો નથી. .દુનિયાનો દરેક ધર્મ શાંતિ સ્થાપવાની જ વાત કરે છે.

     સુષમા સ્વરાજે કહ્યું હતું કે, ભારત ખરીદ ક્ષમતાના આધારે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પૂર્વ બ્રુનેઈ, ઈન્ડોનેશિયા, મનેશિયા ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના મહત્વના સ્તંભ છે. ભારતમાં દરેક ધર્મ અને સંસ્કૃતિનું સન્માન થાય છે. આથી જ ભારતના બહુ જ ઓછા મુસ્લિમો ઝેરીલા દુષ્પ્રચારથી પ્રભાવિત થયા છે. ભારતમાં રહેતા લોકોમાં ભાષા અને સંસ્કૃતિનું વૈવિધ્ય છે. ભારત ઓઈસી સંગઠનનું સન્માન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here