5 ઓગસ્ટના શુભ પ્રભાતની ઘડીઓ નિકટ આવી રહી છે.. પ્રભુશ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના પુનિત મંદિરનું અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન થવાનું છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે..રામરથનો પ્રારંભ કરનારા ભાજપના આદરણીય પીઢ નેતા આદરણીય લાલકૃષ્ણ અડવાણી કહે છેઃ- મેં જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. . 

0
913

 

         લાંબા સમયથી જાહેરમાં કશું વકતવ્ય ન આપનારા અનેક નિવૃત્ત બની રહેલા અડવાણીજીએ રામ- મંદિરના ભૂમિ- પૂજનના અવસરે મૌન તોડીને કહ્યું  હતું કે, જીવનમાં કેટલાક સપનાઓ એવાં હોય છે કે, જેને સાકાર થતાં બહુ સમય લાગે છે. પરંત એ સપના જયારે ચરિતાર્થ થાય છે ત્યારે એવુ લાગે છે કે આપણી પ્રતીક્ષા સાર્થક થઈ. એક એવું જ સ્વપ્ન , જે મારા હદયની ખૂબ જ નિકટ છે, તે હવે સાકાર થઈ રહ્યું છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ- પૂજન થઈ રહ્યું છે. માત્ર મારા માટે જ નહિ, પરંતુ સમસ્ત ભારતીય સમુદાય માટે આ ક્ષણો ઐતિહાસિક છે, ભાવપૂર્ણ પણ છે. 

 આ શુભ અવસર પર હું એ તમામ સંતો, નેતાઓ અને દેશ- વિદેશના જનમાનસ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, જેમમએ રામ-જન્મભૂમિ આંદોલનમાં તેમનો સહયોગ આપ્યો. મને એવાતની અતિ પ્રસન્નતા છેકે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અત્યંત શાંત વાતાવરણમાં મંદિરનું નિર્માણ કાર્ય પ્રરંભ થઈ રહ્યું છે. ભગવાન શ્રીરમનું ચરિત્ર ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં પરમ ઉચ્ચ સ્થાનોે છે. તેઓ મર્યાદા પુરુષોત્તમ હતા. આ મંદિર આપણને સહુને શ્રીરામના ગુણો આત્મસાત કરવાની પ્રેરણા આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here