જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1845

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. કાર્યબોજ રહેવા છતાં ક્રમશઃ આપનાં કાર્યો સિદ્ધ થતાં વિશેષ આનંદ થશે. સપ્તાહના પ્રારંભમાં કેટલીક અડચણો ઊભી થવા છતાં જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ કામકાજમાં ઘણી રાહત જણાશે. મિલન-મુલાકાત સફળ થશે. મકાનને લગતા પ્રશ્નોમાં વિશેષ રાહત જણાશે. તા. 13, 14, 15 સફળતા મળશે. તા. 16, 17 રાહત જણાય. તા. 18, 19 આનંદમય દિવસો પસાર થાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં શરૂઆતમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ખાસ કરીને વ્યાપાર વ્યવસાયમાં તથા આર્થિક બાબતોમાં વિશેષ ઉત્કર્ષ થતાં આપનો ઉત્સાહ, ઉમંગ વધવા પામશે, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ અવનવી ચિંતાઓ આપને મૂંઝવશે પણ ખરી. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 13, 14, 15 આનંદમય દિવસો પસાર થાય. તા. 16, 17 સફળ દિવસો ગણાય. તા. 18, 19 લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપને એકંદરે મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં વ્યતીત થાય તો બે દિવસ ચિંતાતુર રહેવું પડશે. મિત્રોના કારણે કેટલીક મુશ્કેલીઓ ઊભી થવા સંભાવના ખરી જ. પ્રવાસ પર્યટન માટે સમય શુભ જણાય છે. સંતાનોના પ્રશ્નમાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. તા. 13, 14, 15 સામાન્ય દિવસો ગણાય. તા. 16, 17 દરેક રીતે સંભાળવું. તા. 18, 19 રાહત થાય.

કર્ક (ડ.હ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને વ્યાવસાયિક પ્રશ્નોમાં નાણાકીય બાબતોમાં ઉતાવળા નિર્ણયો લેવા યોગ્ય રહેશે નહિ. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ આપને એકંદરે રાહત જણાશે. કેટલાક સામાજિક પ્રશ્નો પણ આપની મૂંઝવણમાં વધારો કરે તેવી શક્યતાઓ પણ ખરી જ. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 16, 17 રાહત થાય. તા. 18, 19 સામાન્ય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા ગ્રહયોગો જણાય છે. આર્થિક લાભ મળવાની શક્યતાઓ પણ ખરી જ. અભ્યાસ કરતા તરુણો માટે સમય વિશેષ શુભ અને લાભદાયી જણાય છે. નોકરી ઇચ્છુકો માટે પણ સમય ઘણો સાનુકૂળ સાબિત થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. અંતિમ દિવસોમાં પણ આપને વિશેષ રાહત જણાશે. તા. 13, 14, 15 આનંદમય દિવસો ગણાય. તા. 16, 17 લાભ થાય. તા. 18, 19 અનુકૂળતા વધશે.

કન્યા (પ.ઠ.ણ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો વિશેષ આનંદમય નીવડે તેવા ગ્રહયોગો જણાય છે. આપનાં અધૂરાં અટવાયેલાં કાર્યો સિદ્ધ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થવા પામશે. વેપાર-રોજગારમાં પણ અણધાર્યા આર્થિક લાભ આપને અવશ્ય પ્રસન્નતા આપશે. બેરોજગાર વ્યક્તિઓને સારી નોકરીની તક મળે. તા. 13, 14, 15 આનંદમય દિવસો ગણાય. તા. 16, 17 લાભ થાય. તા. 18, 19 શુભ સમાચાર મળે.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપની યશ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. વિદ્યાર્થીમિત્રો માટે પણ સમય આનંદમય જણાય છે. પ્રેમપ્રકરણમાં પણ પ્રગતિકારક સંજોગોનું નિર્માણ થશે. અંતિમ દિવસોમાં વિવાદથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. તા. 13, 14, 15 સફળતા મળે. તા. 16, 17 આનંદમય દિવસો ગણાય. તા. 18, 19 વિવાદથી દૂર રહેવું.

વૃશ્ચિક (ન.ય.)
આ સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને આર્થિક બાબતોમાં સાહસથી દૂર રહેવું હિતકારક બની રહેશે. ગૃહસ્થજીવનમાં પણ વિવાદોથી દૂર રહેવું યોગ્ય ગણાય. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ પ્રગતિકારક રચના થશે. નાના મોટા પ્રવાસ થઈ શકે. વાહનથી ખાસ સંભાળવું. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળવું. તા. 16, 17 વિવાદથી દૂર રહેવું. તા. 18, 19 પ્રવાસનું આયોજન શક્ય બને.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. પારિવારિક પ્રશ્નોમાં પણ સંવાદિતા રહેશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. સંતાનોના પ્રશ્નમાં આનંદદાયક સમાચાર મળતાં વિશેષ લાભ જણાશે. હાથ ધરેલાં છતાં અધૂરાં અટકેલાં કાર્યો પૂર્ણ થતાં રાહતની લાગણી અનુભવશો. તા. 13, 14, 15 રાહત જણાય. તા. 16, 17 શુભ દિવસો ગણાય. તા. 18, 19 રાહત થાય.

મકર (ખ.જ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક બે દિવસ આનંદમાં પસાર થાય તો પછીના દિવસોમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં શોકાતુર-ચિંતાગ્રસ્ત પણ બની જવાય. આર્થિક પ્રશ્નોમાં ખોટા સાહસથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. ગૃહસ્થજીવનમાં સંયમ અને સમજદારીથી કામ લેવામાં સારું પરિણામ મળશે. તા. 13, 14, 15 સામાન્ય દિવસો પસાર થાય. તા. 16, 17 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 18, 19 લાભ થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ગ્રહાધીન સ્થિતિ અનુસાર આપનો આર્થિક ઉત્કર્ષ થાય તેવા સંજોગોનું નિર્માણ થશે. તરુણો માટે સમય વિશેષ શુભ અને લાભદાયક જણાય છે. વ્યક્તિગત ઉત્કર્ષ થવાની સંભાવના પણ ખરી જ. ઘર માટે મોટી ખરીદીના યોગો પણ સબળ જણાય છે. તા. 13, 14, 15 આનંદમય દિવસો ગણાય. તા. 16, 17 લાભ થાય. તા. 18, 19 ખરીદી શક્ય બને.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને આર્થિક બાબતોમાં ઉતાવળા નિર્ણયો લેવા નુકસાનકારક સાબિત થશે માટે ખાસ સંભાળવું. તરુણોએ મિત્રોની સોબતમાં કંઈ નુકસાન ન થાય તે ખાસ જોવું રહ્યું. અંતિમ દિવસોમાં વેપાર-રોજગારમાં લાભ જણાશે. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળવું. તા. 16, 17 ખોટું સાહસ કરવું નહિ. તા. 18, 19 લાભ થાય.