દિલ્હી પોલીસના પ્રવક્તા કહે છેઃ કુલ 18 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હિંસાના ત્રણ દિવસ બાદ, ચોથા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શાંતિ અને સદભાવ જાળવવાની અપીલ કરી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાળે જણાવ્યું હતું કે, તોફાનગ્રસ્ત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસતંત્ર પાસે પોલીસ નથી, આથી અશંત વિસ્તારોમાં સૈન્ય તહેનાત કરવામાં આવે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવાની જવાબદારી અજીત ડોભાલ ને સોંપવામાં આવી છે.
દિલ્હીની હિંસામાં વાહનોને(મોટરકારો તેમજ બસો)ને સળગાવી દેવાની, દુકાનો, ઘરો, મકાનો, પેટ્રોલ પંપો સળગાવવાની બેસુમાર ઘટનાઓ બની છે. પથ્થરમારાની તેમજ લૂંટફાટની ઘટનાઓ પણ બની છે.
આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે દિલ્હીની હિંસાને કાબૂમાં લેવાની જવાબદારી એનએસએ અજિત ડોભાલને સોંપી દીધી છે.