29 વર્ષના અભિનેતા ડેનિયલ રેડકલીફ કહે છે- હેરી પોટર ફિલ્મ સિરિઝે મને રાતોરાત વિશ્વભરમાં ખ્યાતનામ કરી દીધો હતો.

0
963
Photo:Reuters

હેરી પોટરની ફિલ્મ સિરિઝથી ભાગ્યે જ કોઈ સિનેરસિક અજાણ્યો હશે. હોલીવુડના પરદે પેશ થયેલી આ રોમાંચક કાલ્પનિક કથાએ અનેકના જીવનમાં પરિવર્તન લાવી દીધું હતું.હેરી પોટરની ભૂમિકા ભજવનાર કિશોર વયનો અભિનેતા હવે સોહામણો યુવાન બની ગયો છે. કિશોરાવસ્થા વટાવીનેએ એક પુખ્ત દેખાવડા યુવક તરીકે અભિનયના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છે. હેરી પોટરની યાદગાર ભૂમિકાએ ડેનિયલ રેડકલીફને કરોડો દર્શકોનો માનીતો બનાવી દીધો હતો. એ અંગે વાત કરતાં અભિનેતા ડેનિયલ રોડકલીફે જણાવ્યું હતું કે, હેરી પોટરે મને આખી દુનિયામાં જાણીતો કરી દીધો હતો. મારા માટે આસુરિઝ વરદાન સાબિત થઈ હતી. આજે પણ લોકો મને જુએ એટલે તરત હેરી પોટરની વાત કરે છે. એ સિરિઝે તમામ વયના લોકોને ઘેલાં કર્યા હતા. એક આખું જનરેશન હેરી પોટરની સાથે મોટું થયું છે, એમારા માટે અતિ ગૌરવની વાત છે. હું ખુદ હજી એ પાત્રને ભૂલી શક્યો નથી. એક કાલ્પનિક પાત્ર ભજવીને હું એક પેઢીના લોકોના દિલોમાં વસી ગયો હતો એકંઈ નાનીસૂની વાત ન ગણાય. મારી માટે હેરી પોટરનું પાત્ર હંમેશા યાદગાર બની રહ્યું છે.

    ડેનિયલે કહ્યું હતું કે, તાજેતરમાં હું મારા એક મિત્રના ઘરે ગયો હતો. ત્યારે મારો એ મિત્ર એના બાળકને હેરી પોટરની પહેલી ફિલ્મ બતાવી રહ્યો હતો. એ જોઈને હું લાગણીવશ થઈ ગયો હતો અને મારી આંખમાં આંસુ આવી ગયા હતા.

ડેનિયલ રેડકલીફ હૈાલમાં હિટ અમેરિકનકોમેડી સિરિઝ મિરેકલ વર્કર્સ કરી રહ્યો છે.