28 વિશિષ્ટ મહિલાઓની વાતને રજૂ કરતું પુસ્તકઃ સંઘર્ષનું સરનામું

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેંટ એસોસિયેશનના હોલમાં તારીખ 20 ઓગસ્ટ, રવિવારે સંઘર્ષનું સરનામું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગાથા-ગૌરવવંતી ગુજરાતણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતની બહેનોને આગળ લાવવા કામ કરે છે. આ પુસ્તકમાં ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે વસતી 28 સ્ત્રીઓના સંઘર્ષની ગાથાનું આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પરિકલ્પના વર્ષા મજેઠીયાની હતી અને સંપાદન ભૂમિકા વિરાણીએ કર્યું છે. આ પુસ્તક માટે આશરે 75 જેટલી બહેનોએ ફોર્મ ભર્યા હતાં એમાંથી 28 બહેનોની ગાથા લેવામાં આવી છે. એમનો સંઘર્ષ અને એમની સફર લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપશે. આ 28 બહેનોની પસંદગી નિર્ણાયક ગણ રીમા શાહ અને તેજલ વસાવડા થકી થઈ હતી. આ વિમોચન પ્રસંગે તમામ 28 બહેનો અમદાવાદ ખાતે એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બિજલબેન પટેલ (પૂર્વ મેયર અમદાવાદ), સોનલબેન જોશી (અગ્રણી એડવોકેટ), ડો. ફાલ્ગુની વસાવડા (પ્રોફેસર, સોશિયલ મીડિયા ઈનફ્લૂએન્સર), મોના થીબા (એકટર), નેહા શાહ (ફિટનેસ પ્રોફેશનલ), દિલીપ ઠક્કર (ગોપી), દિગંત સોમપુરા (ગુજરાત ટાઈમ્સ, યુએસએ), નિલેશ ધોળકિયા, સંદિપ નાણાવટી (કેનેડા) શહિત શહેરના અનેક અગ્રણીઓ ઉપિસ્થત રહ્યા હતાં. આ પુસ્તકનો મુખ્ય હેતુ નારીના સંઘર્ષને, એનાં કામને લોકો સુધી પહોંચાડવાનો છે.