28 એપ્રિલથી 5 મેસુધી ગુજરાતમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાને અનુસરીને કેટલાક નિયંત્રણો અમલી બનાવવામાં આવશેઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો નિર્ણય 

 

      આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાત રાજયમાં લગનમાં માત્ર 50 વ્યકતિઓ જ હાજરી આપી શકશોે. લગ્નના પ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અંતિમ ક્રિયા કે દફનવિધિ ના પ્રસંગે માત્ર 20 વ્યકતિઓજ હાજર રહી શકશે. રાજયના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. સમગ્ર ગુજરાતમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, ધાર્મિક સાંસ્કૃતિક, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમો બંધ રાખવામાં આવશે. 

 સમગ્ર રાજયમાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોરપોરેશન, બેન્ક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેન્કોના કલીયરિંગ હાઉસ, એટીએમ, સીડીએમ , સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તેમજ તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા જેટલી જ સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહિ.