જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1913

 

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપનાં આદરેલાં અધૂરાં કાર્યોમાં પણ વિઘ્નો નડતાં વિલંબ થવાની સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગને કામકાજ વધુ રહે અને લાભ ઓછો મળવાની શક્યતાઓ ખરી જ. દામ્પત્યજીવનમાં પણ અકારણ ગેરસમજોના કારણે વાદવિવાદો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. તા. 9, 10 11 સામાન્ય દિવસો પસાર થાય. તા. 12, 13 લાભ ન મળે. તા. 14, 15 વાદ વિવાદ ટાળજો.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાશે. વેપારી વર્ગ માટે પણ પ્રોત્સાહક વાતાવરણ ઊભું થવાનું શક્યતાઓ ખરી જ. નોકરિયાત વર્ગને પણ બઢતી – બદલીના કામકાજમાં રાહત જણાય. સાંપત્તિક પ્રશ્નો હાથ ધરવા હિતાવહ જણાતા નથી. સંયુક્ત મિલકતના પ્રશ્નોમાં ઘર્ષણ થવાની શક્યતાઓ ખરી જ. તા. 9, 10, 11 એકંદરે રાહત જણાશે. તા. 12, 13 આનંદમય દિવસો જણાય. તા. 14, 15 વિવાદથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં શાંતિ જેવું જણાય નહિ. માનસિક ચિંતાઓને કારણે બેચેની જેવું રહ્યા કરે અને પરિણામે આંતરિક સુખ જણાય નહિ. બાકી સરકારી તંત્ર સાથેનાં અન્ય કામકાજમાં કંઈક સફળતા મળવાની શક્યતાઓ ખરી જ. સંતાનોના આરોગ્યની કાળજી રાખવી જરૂરી જણાય છે. તા. 9, 10 દરેક રીતે સંભાળવું. તા. 11, 12 લાભ થાય. તા. 13, 14, 15 તબિયતની કાળજી રાખવી.

કર્ક (ડ.હ.)
વ્યાવસાયિક દષ્ટિએ આ સમય ધીમો, પરંતુ આશાસ્પદ જણાય છે. સ્થાવર-જંગમ પ્રોપર્ટીના પ્રશ્નોમાં વિશેષ રાહત જણાય. મકાન તેમ જ જમીનને લગતા પ્રશ્નોમાં પણ ઉકેલ મળતાં આપનો આનંદ બેવડાશે. તે સિવાય મિલન – મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બની શકે તેમ છે. તા. 9, 10 લાભકારક દિવસો પસાર થાય. તા. 11, 12 આનંદમય દિવસો ગણાય. તા. 13, 14, 15 સફળ દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. ગૃહજીવનમાં વિખવાદભર્યું વાતાવરણ રહેવાની શક્યતાઓ ખરી જ તેમ જ આરોગ્યની ચિંતા પણ રહેશે. હિતશત્રુઓ થકી કોઈ ચિંતાનું કારણ જણાતું નથી. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે છતાં વાહનથી ખાસ સંભાળવું. તા. 9, 10, 11 સામાન્ય દિવસો ગણાય. તા. 12, 13 વિવાદથી દૂર રહેવું. તા. 14, 15 પ્રવાસ – પર્યટનનું આયોજન થઈ શકે.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તબિયતની કાળજી વિશેષ રાખવી પડશે. વાહનથી ખાસ સંભાળવું હિતાવહ ગણાય. વિદ્યાર્થી વર્ગને મનોવ્યથા જણાય. લગ્ન-વિવાહની વાતોમાં હજી ધારી સફળતા મળે તેવા યોગો જણાતા નથી. પ્રવાસ ટાળવો. તા. 9, 10, 11 દરેક રીતે સંભાળવું. તા. 12, 13 વાહનથી ખાસ સંભાળવું. તા. 14, 15 સામાન્ય દિવસો ગણાય.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો બીજા દિવસે કોઈ ને કોઈ ઉપાધિનો સામનો કરવો પડે તેવા ગ્રહયોગો જણાય છે છતાં એકંદરે શાંતિ જણાશે. સામાજિક કાર્ય અંગે દોડાદોડી રહેશે. તબિયત સારી રહેશે. પારિવારિક પ્રશ્નોમાં રાહત જણાશે. તા. 9, 10, 11 સામાન્ય દિવસો પસાર થાય. તા. 12, 13 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ જણાય છે. તા. 14, 15 કૌટુંબિક પ્રશ્નોમાં રાહત જણાય.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કાકાજ કરવું પડશે. હિતશત્રુઓથી ખાસ સંભાળવું પડશે. ધંધાકીય ક્ષેત્રે નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ ગણાય. મકાન – મિલકતના પ્રશ્નો માટે સમય રાહતપ્રદ ગણી શકાય. અંગત આરોગ્યની કાળજી રાખજો. સંતાનો સાથે વિવાદ ટાળવો. તા. 9, 10, 11 સામાન્ય દિવસો પસાર થાય. તા. 12, 13 નાણાકીય સાહસથી દૂર રહેવું. તા. 14, 15 વિવાદ ટાળવો.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આદરેલાં અધૂરાં કાર્યોમાં સફળતા મળતાં વિશેષ રાહત જેવું જણાશે. વ્યાપાર – વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થવાના યોગો ખરા જ. કૌટુંબિક જીવનમાં ધીરજ તેમ જ સહાનુભૂતિભર્યું વલણ અપનાવજો રાહત થશે. તા. 9, 10, 11 આનંદમય દિવસો ગણાય. તા. 12, 13 રાહત જણાય. તા. 14, 15 ધીરજથી કાર્ય કરવું.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં પ્રારંભિક તબક્કામાં આપને રાહત જેવું જણાશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ થતાં દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું જરૂરી બનશે. દામ્પત્યજીવનમાં ક્લેશ કંકાસ થવાની સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો તેમ જ સપ્તાહના અંતિમ દિવસોમાં નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ બની રહેશે. તા. 9, 10, 11 આનંદમય દિવસો ગણાય. તા. 12, 13 દરેક રીતે સંભાળવું. તા. 14, 15 વિવાદથી દૂર રહેવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં શાંતિ જેવું જણાશે નહિ. મકાન જમીન યા મિલકતના પ્રશ્નો હશે તો ગૂંચવાશે. ખર્ચનું પ્રમાણ વધવા પામશે. કરજ કરવું હિતાવહ જણાતું નથી. તે સિવાય કેટલાક નુકસાનીના પ્રસંગોથી પણ સાવધ રહેવું જરૂરી બની રહેશે. સંતાનો માટે સમય સાનુકૂળ જણાય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તા. 9, 10, 11 સામાન્ય દિવસો ગણાય. તા. 12, 13 દરેક રીતે સંભાળવું. તા. 14, 15 લાભ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે છતાં મકાન મિલકતને લગતા પ્રશ્નોમાં હજી અશાંતિ અજંપો અવશ્ય રહેવા પામશે. મહત્ત્વના કોલ-કરારો માટે સાનુકૂળતા ઊભી થશે. જીવનસાથીની તબિયત સંભાળવી જરૂરી બનશે. સંતાનોના પ્રશ્નોમાં રાહત જણાશે. પ્રવાસ ટાળવો. મિલન – મુલાકાત ફળદાયી નીવડશે. તા. 9, 10, 11 રાહત જણાય. તા. 12, 13 કાર્યસફળતા યોગ ગણાય. તા. 14, 15 પ્રવાસ ટાળવો.