25મી ઓકટોબરે દિલ્હીમાં કોંગ્રેસના થીન્ક ટેન્ક ગ્રુપની બેઠક – આર્થિક મંદીથી રામ- મંદિર વિવાદ સુધીના મુદા્ઓ પર ચર્ચા કરાશે …

0
694

 

  આખરે કોંગ્રેસના અગ્રણીઓ દેશના રાજકારણમાં સક્રિયપણે હિસ્સેદાર બનવાનો પ્રારંભ કરી રહ્યા છે. જેના ભાગરૂપે 25 ઓકટોબરે દિલ્હીમાં કોંગ્રેસના થીન્ક ટેન્ક ગ્રુપની બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અહેમદ પટેલ, 

કે. સી. વેણુગોપાલ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ હાજરી આપવાના છે. આ બેઠકમાં હાલની દેશની આર્થિક મંદી, નોટબંધી, જીએસટી, બેન્કોની સ્થિતિ, અયોધ્યા રામ- મંદિર વિવાદ, જમ્મુ- કાશ્મીરની હાલત સહિત અનેક મહત્વના રાષ્ટ્રીય મુદા્ઓ પર વિચાર- વિમર્શ કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે. 

    સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાનારી ઉપરોક્ત બેઠકમાં પાર્ટીની એકતા, આગામી કાર્યક્રમોનો રોડ મેપ તેમજ કાર્યકર્તાઓના સંગઠન પર નિર્ણય લેવામાં આવે એવી સંભાવના છે. આ બેઠક એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છેકે, ત્યારબાદ ટૂંક સમયમાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે. આ સત્રમાં જ મોદી સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલ રજૂ થવાની શક્યતા છે. ઘણા વખતથી કોંગ્રેસમાં સુસ્તતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. દેશના મુખ્ય રાજકીય વિપક્ષ તરીકે કોંગ્રેસે વામણો દેખાવ કર્યો છે. પક્ષની એકતા, જોશ, ઉત્સાહ અદ્રશ્ય થતાં  લાગી રહ્યા છે. કાર્યકરો પાસે કોઈ આગેવાન નથી, કોઈ કાર્યક્રમ નથી. આવી પરિસ્થિતિમાં આ પ્રકારની બેઠક યોજીને કોંગ્રેસ પુનઃ પોતાની ગતિ મેળવવા માગે છે.