24મી જૂને કેન્દ્ર સરકારે યોજી છે જમ્મુ- કાશ્મીર વિષયક બેઠકઃ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ 8 રાજકીય પક્ષોના 14થી વધુ નેતાઓને મળશે…

———————-

 

           સમગ્ર દેશના રાજકીય નિરીક્ષકો અને મિડિયાની નજર છે આગામી 24 જૂનના યોજાનારી જમ્મુ- કાશ્મીર વિષયક બેઠક પર. જમ્મુ- કાશ્મીરનો વિશેષ દરજ્જો ને 370મી કલમ રદ કર્યા બાદ – જમ્મુ- કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરાયું.  ત્યારબાદ પરિસ્થિતિ સ્ફોટક બની હતી. 5 ઓગસ્ટ, 2019 પછી પ્રથમવાર કેન્દ્ર સરકાર કાશ્મીરના નેતા સાથે વાતચીત કરવાની છે. આ બેઠકમાં ભાજપના જમ્મુ- કાશ્મીર યુનિટના પ્રમુખ રવિન્દર રૈના, પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફતી, જમ્મુ-રાજ્યનો દરજ્જો રદ થયે  કાશ્મીર અપની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારી, નેશનલ કોન્ફરન્સના અગ્રણી ફારુક અબદુલ્લા, સીપીએમ નેતા એમ વાય તારિગામી, જમ્મુ- કાશ્મીર કોંગ્રેસ યુનિટના પ્રમુખ જી એ. મીર ઉપસ્થિત રહેશે. જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ તેમજ ઉમર અબદુલ્લાને પણ બેઠકમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પીપલ્સ એલાયન્સફોર ગુપકાર ડિકલરેશનના નેતાઓએ પણ બેઠકમાં હાજર રહેવા પોતાની સંમતિ આપી હતી. આ બેઠકનો કોઈ નિશ્ચિત એજન્ડા નક્કી કરાયો નથી. પણ માનવામાં આવી રહ્યું છે કે રાજ્યને પુન સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદા્ પર તેમજ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા કરવામાં આવે એવી શક્યકતા છે.. કેટલાક ઉચ્ચ અધિકારીઓ કહે છે કે, આ બેઠકને કારણે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓની પ્રક્રિયા વધુ મજબૂત બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here