24મી ઓગસ્ટે રજૂ થયેલી બે ફિલ્મો ઃ જિનયસ અને હેપ્પી ફિર ભાગ જાયેગી-2

0
771

 

આજે બોલીવુડની બે ફિલ્મો રિલિઝ થઈ છે. જિનિયસ અને હેપ્પી ફિર ભાગ જાયેગી-2 . ફિલ્મ જિનિયસનું નિર્દેશન જાણીતા ફિલ્મ- સર્જક અનિલ શર્માએ કર્યું છે ને સંગીત હિમેશ રેશમિયાનું છે. નિર્દેશક અનિલ શર્માનો પુત્ર આ ફિલ્મનો હીરો છે. તે આ ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધ્ધિશાળી યુવાનોની કથા આ ફિલ્મમાં પેશ કરવામાં આવી છે. ઉત્કર્ષ શર્મા અને નવાજુદી્ન સિદી્કી . આ બન્ને યુવોનોના પરસ્પરના સંબંધો, સંઘર્ષ, રોમાંચ અને એકશનથી ભરપૂર આ ફિલ્મમાં મનોરંજનનો બધો મસાલો ભરવામાં આવ્યો છે.

    હેપ્પી ફિર ભાગ જાયેગી-2 ફિલ્મ નિર્માતા આનંદ એલ. રાય અને દિગ્દર્શક મુદસ્સર અલીએ બનાવી છે. સંગીત સોહેલ સેને આપ્યું છે. ફિલ્મમાં ડાયેના પેન્ટી, સોનાક્ષી સિન્હા, જિમી શેરગિલ, અલી ફઝલ, જસ્સી ગિલ, પિયુષ મિશ્રા વગેરે કલાકારો વિવિધ ભૂમિકામાં રજૂ થયા છે. 2016માં હેપ્પી ફિર ભાગ જાયેગી રજૂ થઈ હતી. જેમાં ડાયેના પેન્ટીએ હીરોઈનની ભૂમિકા ભજવી હતી. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ દર્શકોને ખૂબ ગમી હતી. બોકસ ઓફિસ પર પણ આ ફિલ્મે સારી કમાણી કરી હતી. આથી પહેલી ફિલ્મની સફળતાથી ઉત્સાહિત થઈને એના નિર્માતાઓએ આ ફિલ્મની સિકવલ બનાવી છે. આફિલ્મમાં સોનાક્ષી સિન્હાની ભૂમિકા ઉમેરવામાં આવી છે. સોનાક્ષી સિન્હા આ ફિલ્મની સફળતા માટે બહુજ આશાવાદી છે. સોનાક્ષીએ ગણા સમયથી કોઈ જ હિટ ફિલ્મ આપી ના હોવાથી તે આ ફિલ્મ હિટ થાય તેવી અપેક્ષા રાખી રહી છે.