23 માર્ચના મોડીરાતે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના 86 પોલીસકર્મીઓની બદલી કરી નાખી..મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અનિલ દેશમુખ વચ્ચે મંત્રણા બાદ લેવાયેલો નિર્ણય …

 

          દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટેલિયાના નજીકના માર્ગ પર વિસ્ફોટકો ભરેલી મોટરકાર મળી આવતા જે ચકચાર ઊભી થઈ, મુંબઈમાં આ ઘટનાને કારણે જે સનસનાટી અને વિવાદો ઉભા થયા એની તમામ વિગતો મિડૃિયામાં અનેક વાર પ્રકાશિત થઈ ચૂકી છે. મુંબઈના પોલીસતંત્રમાં અને મહારાષ્ટ્રની સરકારમાં કશુંક તો ખોટું અવશ્ય થઈ રહ્યું છે. ઓચિંતા – અચાનક મુંબઈના પોલીસ વડા પરંમવીર સિંહને તેમના હોદ્દા પરથી ઉતારીને બીજે ખસેડવામાં આવ્યા એ વાત જ પુરવાર કરે છે કે પોલીસ અને સરકાર વચ્ચે પરસ્પર બધું રાબેતા મુજબનું નથી. મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરીને તેમને સ્થાને અન્યને બેસાડવા પાછળનુ ખરું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 

   મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરએ રાજ્યના પ્રથમ હરોળના સનદી અધિકારીઓ સહિત તમામ પ્રથામ કક્ષાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ થોડાક જ કલાકો દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના 86 અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.  એન્ટિલિયા કેસમાં હાથ લાગેલી એસયુવી કારના માૈલિક મનસુખ હિરેનની કહેવાતી હત્યા બાદ મુંબઈ પોલીસના સસ્પેન્ડ કરાયેલા એપીઆઈસચિન વઝે અંગે એનઆઈએ સધન તપાસ કરી રહ્યું છે. સચિન વઝેની કામગીરી  તેમજ ઉપરોક્ત મામલામાં તેમની કથિત ભૂમિકા અંગે શંકાઓ ઊભી થઈ છે. સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. રોજબરોજ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન મહિલા આઈપીએસ અધિકારી અને ઈન્ટેલિજન્સ કમિશનર રશ્મિ શુકલ મહારાષ્ટ્ર પોલીસ અધિકારીઓની અચાનક કરવામાં આવેલી બદલીઓ બાબત ખુલાસો કર્યો છે. તેમણે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પોલીસ વિભાગમાં દલાલો સક્રિય છે.  જેઓ ટ્રાન્સફરનું રેકેટ ચલાવી રહ્યા છે.   મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સુિંહે રાજયના ગૃહમંત્રી પર અનેક આરોપ મૂક્યા છે. પરમવીર સિંહે ગત સપ્તાહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોલીસ ઈન્સ્પેકટર વઝેને જણાવ્યું હતું કે, મુબઈના બાર અને રેસ્ટોરન્ટ પાસેથી દર મહિને 100 કરોડની વસૂલી  કરો. પરવીર સિંહે ઉધ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કરાયેલા આક્ષેપો અને ગૃહમંત્રી અનિલ દેશમુખની આવી અધટિત ધમકીની વાતે મિડિયા સહિત સમગ્ર દેશના રાજકીયક્ષેત્રમાં સનસનાટી સર્જી દીધી   છે.-