22 રાજ્યોમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ, આકાશ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લાં આઠ વર્ષથી સ્કોલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ માટે આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ (એન્થે) 2018 લેવામાં આવે છે. આ વર્ષે 28મી ઓક્ટોબરે આયોજિત આ પરીક્ષાનું લોન્ચિંગ કરતા (ડાબેથી જમણે) પ્રભાકરન, હિમાંશુભાઈ, વડોદરા નિઝામપુરાના બ્રાન્ચ હેડ મનીષ આર્ય, રોહનભાઈ. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

વડોદરાઃ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ, આકાશ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓ માટે છેલ્લાં આઠ વર્ષથી સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લાં આઠ વર્ષથી સ્કોલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ માટે આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ (એન્થે) 2018 લેવામાં આવે છે. આ વર્ષે 28મી ઓક્ટોબર, રવિવારે ભારતભરનાં 22 રાજ્યોે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પરીક્ષા લેવાશે. ધોરણ 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરી એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા હોવાથી અભ્યાસની તક મળતી નથી. એથી પહેલાં 50 વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે છે તેમ જ અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી 20 ટકા ફી માફી અથવા રોકડ ઇનામ આપવામાં આવે છે. સન 2017માં કુલ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડિરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે દર વર્ષે આ પરીક્ષાને વિદ્યાર્થીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળે છે.