જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1860

મેષ (અ.લ.ઇ.)
આ સમયમાં અકારણ વ્યગ્રતા અને અંતરાયોના કારણે માનસિક વ્યગ્રતા અનુભવાશે. નાની વાતોને મોટું સ્વરૂપ ન આપવું. નવીન કામગીરીનો બોજ વધવા પામશે. આર્થિક ક્ષેત્રે સ્થિતિ યથાવત્ રહેવા પામશે. જૂનાં લેણાં-ઉઘરાણી મેળવવામાં અંતરાય જણાય. નોકરિયાત વર્ગને વધુ કામ અને લાભ ઓછો મળે તેવા યોગો જણાય છે. તા. 23, 24, 25 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 26, 27 સામાન્ય દિવસો ગણાય. તા. 28, 1 બપોર પછી કંઈક રાહત જણાય.

વૃષભ (બ.વ.ઉ.)
સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતાં આ સમય આપનો આનંદમય પસાર થશે. આપનો પુરુષાર્થ ફળશે. મહત્ત્વનાં કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ જળવાશે. નાણાકીય ગોઠવણો માટે સાનુકૂળતા રહેશે. નોકરિયાત વર્ગ માટે આ સમય વધુ પ્રયાસે કાર્યસફળતા અપાવે તેવો જણાય છે. તા. 23, 24, 25 આનંદમય દિવસો પસાર થાય. તા. 26, 27 પ્રગતિ જણાય. તા. 28, 1 લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)
આપના ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો યા ગેરસમજોનો ધીરજપૂર્વક ઉકેલ લાવી શકશો. અપરિણીત અને ઉંમરલાયક વ્યક્તિઓના વિવાહ લગ્નની વાતો હવે નક્કર અને ચોક્કસ રૂપ ધારણ કરી શકશે. નવું હાઉસ ખરીદવા કે અન્ય હાઉસ વેચવા માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. 23, 24, 25 સામાન્ય દિવસો ગણાય. તા. 26, 27 સાહસથી દૂર રહેવું. તા. 28, 1 ઉચાટ ઉદ્વેગ જેવું રહ્યા કરશે.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપના અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતાં ઉત્સાહ વધવા પામશે. લાંબા સમયથી અટવાયેલાં કાર્યોનો નિકાલ આવશે અથવા તેમાં પ્રગતિકારક રચના થશે. આર્થિક દષ્ટિએ પણ આ સમય સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. તા. 23, 24, 25 મહત્ત્વનાં કાર્યો સફળ થશે. તા. 26, 27 લાભકારક દિવસો પસાર થાય. તા. 28, 1 શુભ કાર્ય થઈ શકે.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપની મનોકામનાઓ સફળ થતી જણાશે. સારા અને શુભ સમાચાર મળવાની શક્યતાઓ ખરી જ. ભાગ્યદેવીની મદદ મળતાં વિકાસ ઝડપી બનશે. માનમોભો મર્યાદા વધવા જળવાશે તેમ જ યશ-પ્રતિષ્ઠા વધવા પામશે. ગૃહજીવનમાં સંયમથી વર્તવું. પ્રવાસ ટાળવો. એકંદરે ચિંતાને કોઈ કારણ નથી. તા. 23, 24, 25 લાભકારક દિવસો પસાર થાય. તા. 26, 27 યશ-પ્રતિષ્ઠા વધવા પામશે. તા. 28, 1 પ્રવાસ ટાળવો.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપના મનનું ધાર્યું કાર્ય થઈ શકશે છતાં આર્થિક બાબતોમાં વધારે પડતા વિશ્વાસમાં રહી કાર્ય કરવું હિતાવહ બની રહશે નહિ. આવક કરતાં જાવકનું પ્રમાણ વધવાની શક્યતાઓ ખરી જ. કૌટુંબિક બાબતોમાં વિસંવાદિતા કે વિખવાદ ઊભો થવાની શક્યતાઓ ખરી જ. વાહનથી સંભાળવું. તા. 23, 24, 25 ધાર્યું કાર્ય થઈ શકશે. તા. 26, 27 આવક કરતાં જાવક વધશે. તા. 28, 1 વિવાદથી દૂર રહેવું.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. અણધારી સગવડો ઊભી થતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો હાથ ધરી પૂરાં કરી શકાશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ખાસ વાંધો આવે તેમ નથી. કોઈ મોટા લાભની આશા રાખવી હિતાવહ જણાતી નથી. નોકરિયાત વર્ર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ જણાય છે. તા. 23, 24, 25 સામાન્ય દિવસો ગણાય. તા. 26, 27 વેપાર ધંધામાં લાભ થાય તેવા યોગો જણાય છે. તા. 28, 1 દરેક રીતે સંભાળવું.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં જો માનસિક આવેશ અને તનાવના પ્રસંગે જો સંયમ નહિ કેળવો તો હેરાનગતિ અનુભવવી પડશે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું યોગ્ય જણાય છે. નાણાકીય પ્રતિકૂળતાઓના કારણે વિકાસ ધીમો થશે. નોકરિયાત વર્ગે વિશેષ જાગૃત રહેવું પડશે. ધંધાકીય ક્ષેત્રે આર્થિક સાહસથી દૂર રહેવું. દરેક રીતે સંભાળવું. તા. 23, 24, 25 સામાન્ય દિવસો. તા. 26, 27 દરેક રીતે સંભાળવું. તા. 28, 1 સાહસથી દૂર રહેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપની માનસિક સ્વસ્થતા વધવા પામશે. સાથે સાથે પ્રગતિકારક રચનાને કારણે આપની મનની મૂંઝવણ દૂર થવા પામશે. આર્થિક બાબતોમાં હજી વિશેષ જાગૃત રહી કાર્ય કરવું પડશે. વેપાર-ધંધામાં ઉન્નતિકારક રચના થઈ શકશે. વિરોધીઓ – હિતશત્રુઓ ફાવે તેમ જણાતું નથી. મિલન-મુલાકાત ફળશે. તા. 23, 24, 25 સફળ દિવસો ગણાય. તા. 26, 27 આર્થિક બાબતોમાં સંભાળવું. તા. 28, 1 લાભ થાય.

મકર (ખ.જ.)
આ સપ્તાહમાં એકંદરે આપનો સમય આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. મહત્ત્વની તકો મળતાં આપનો આનંદ બેવડાશે. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ મળતાં વિશેષ રાહત થશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાતો નથી. મૂંઝવણો વધવા પામે તેવા યોગો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે વિકાસ ધીમો જણાશે. તા. 23, 24, 25 આનંદમય દિવસો પસાર થાય. તા. 26, 27 લાભ થાય. તા. 28, 1 ધંધાકીય સાહસથી દૂર રહેવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળળમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આવકનું પ્રમાણ યથાવત્ રહેશે, જ્યારે ખર્ચાઓનું પ્રમાણ વધવા પામશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. વેપાર-વ્યવસાયના ક્ષેત્રમાં આપની સમસ્યાઓનો અણધાર્યો ઉકેલ મળી શકશે. ભાગીદારીમાં સંભાળવું. તા. 23, 24, 25 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 26, 27 લાભ થાય. તા. 18, 1 અણધાર્યો લાભ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં આપની રચનાત્મક પ્રવૃત્તિઓ તથા નોકરી-ધંધાના કામકાજમાં સફળતા મળશે. નાણાકીય પરિસ્થિતિને જાળવી શકશો. નાણાંના અભાવે કોઈ કાર્ય અટકે તેમ જણાતું નથી. ગૃહજીવનમાં સંયમ તેમ જ સમજદારીથી કાર્ય કરવું પડશે. ભાગીદારો સાથે ઘર્ષણ ન થાય તેની તકેદારી રાખવી જરૂરી જણાય છે. તા. 23, 24, 25 સફળ દિવસો ગણાય. તા. 26, 27 નાણાકીય લાભ થાય. તા. 28, 1 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here