21મી એપ્રિલે અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોનું વિશાળ સંમેલન યોજાઈ રહ્યું છે…

0
944
Reuters

2015માં પટેલોને અનામત આપવાની માગણીઓની સાથે આંદોલન થયા પછી ભાજપની સરકારે પાટીદારો સામે જે ઉપેક્ષાભરી નીતિ અપનાવી તેને લીધે મોટાભાગના પાટીદારો નારાજ થઈ ગયા છે. ભાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે પાટીદારોને કોઈ પણ સરકારી કે સંગઠનના મહત્વના હોદા્ઓ પર ગોઠવવા માગતા નથી આજની પરિસ્થિતિ જોઈને રાજકીય નિરીક્ષકો એવો અંદાજ મૂકી રહ્યા છે કે, હવે કદાચ ગુજરાતના રાજકારણમાંથી પાટીદારોનો એકડો સદંતર ભુંસાઈ જાય.. જો રાજકીય પક્ષોને તેમજ તેના અગ્રણીઓને પાટીદાર નેતૃત્વ અને પાટીદાર યુવા – સંગઠન કે યુવા શક્તિનો પાવર  નહિ બતાવવવામાં આવે તો એ લોકો પાટીદારોને સદંતર નહિ ગણકારે …પાટીદારોનું રાજકીય ક્ષેત્રે રહેલું રહ્યું સહ્યું અસ્તિત્વ જ ભુંસાઈ જશે.. આથી જ તેમણે ભાજપ સામે રણશિંગુ ફૂંકી દીધુંછે. અમદાવાદમાં પાટીદારોનું એક વિશાળ સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં હાજરી આપવા કે તેને સફળ બનાવવા માટેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ પાટીદાર સંમેલનમાં કડવા પાટીદાર, લેઉઆ પાટીદાર, ઝાલાવાડી પાટીદાર, કચ્છી અને કુર્મી પાટીદારનો સમાવેશ થાય છે. ભારતમાં વસતા કોઈ પણ વિસ્તારના પાટીદારો આ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ પાટીદાર મહાસંમેલન ભારતના સમગ્ર પાટીદારો માટે છે. આ સંમેલનમાં પાટીદારોની આર્થિક, સામાજિક અને રાજકીય મોભાો અને આત્મ- સન્માન હંમેશા જળવાઈ રહે એમાટે સું શું કરવું જોઈએ તે અંગો વિચાર- વિમર્શ અને ચિ્ંતન- મનન કરવામાં આવશે.કેટલાક રાજકીય પક્ષો પાટીદારો- પટેલોનું અસ્તત્વ મિટાવી દેવા માગે છે. આથી પાટીદારોએ એક થઈને પોતાની એકતા અને શક્તિનું દર્શન કરાવવાનો  આ ઉત્તમ અવસર છે..