જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ ( અ, લ, ઈ )

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આર્થિક બાબતોમાં ધ્યાન આપવું પડશે. આપ હરોફરો, પરંતુ મનને શાંતિ મળશે નહિ. ઉચાટ, રહ્યા કરશે. સપ્તાહના અંતિમ તબક્કામાં હિતશત્રુઓથી વિશેષ સાચવવું પડશે. ઇચ્છા વિરુદ્ધ પ્રવાસ પણ થાય. નોકરિયાત વર્ગે ખાસ સંભાળવું જરૂરી છે. તા. ૧૪, ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૭, ૧૮ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ નોકરિયાત વર્ગે ખાસ સંભાળવું.

વૃષભ ( બ, વ, ઉ )

આ સમયગાળામાં આપનો આનંદ-ઉત્સાહ જળવાશે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. ઘર-કુટુંબમાં નાનાં-મોટાં શુભ કાર્યોનું આયોજ્ન શક્ય બને તેમ છે. સામાજિક કાર્યો સાથે સંકળાયેલી વ્યક્તિઓએ ખાસ સાચવવું સલાહ ભર્યું ગણાય. વાહનથી સાંભળવું. પ્રવાસ ટાળવો. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ શુભ કાર્ય થઈ શકે. તા. ૧૯, ૨૦ વાહનથી ખાસ સંભાળવું.

મિથુન ( ક, છ, ઘ )

આ સપ્તાહ આપના માટે આનંદમય પુરવાર થશે. આપની યશ-પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય વિશેષ લાભદાયક પુરવાર થાય તેમ છે. પ્રમોશન ઇચ્છુકો માટે સમય વિશેષ શુભ જણાય છે. ભાગીદારીમાં ધંધો હોય તેમણે ખાસ સંભાળવું. કીમતી વસ્તુઓ સાચવવી. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ લાભકારક દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ દરેક રીતે સંભાળવું.

કર્ક ( ડ, હ )

આ સપ્તાહની શરૂઆતના તબક્કામાં આપના દિવસો ઘણા જ આનંદમય અને સફળ પુરવાર થશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. આપની યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. પરદેશગમન પણ શક્ય જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. ૧૪, ૧૫, ૧૬ શુભ દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯, ૨૦ સંભાળીને કામકાજ કરવું.

સિંહ ( મ, ટ )

આ સમયગાળા દરમિયાન આપને આર્થિક બાબતોમાં ખાસ કાળજી રાખ્વી પડશે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ ખરી જ. વિચિત્ર કહી શકાય તે પ્રકારનો આકસ્મિક ખર્ચ થવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. નોકરિયાત વર્ગને અન્યાયી બદલી થવાની સંભાવના પણ ખરી જ. તા. ૧૪, ૧૫, ૧૬ આર્થિક બાબતોમાં સંભાળવું. તા. ૧૭, ૧૮ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ નોકરિયાત માટે અશુભ ગણાય.

કન્યા ( પ, ઠ, ણ )

આપ હરો ફરો, પરંતુ મનને બિલકુલ શાંતિ જણાય નહિ તેવા યોગો જણાય છે. વિપરીત કહી શકાય તેવી ગ્રહાધીન સ્થિતિ અનુસાર કૌટુંબિક પ્રશ્નો પણ આપને માનસિક ત્રાસ આપે તેમ જણાય છે. પારિવારિક પ્રશ્નો પણ આપને મૂંઝવશે. નોકરિયાત વર્ગને કાર્યબોજની ચિંતા વિશેષ રહેશે. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. તા. ૧૪, ૧૫, ૧૬ ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરે. મન બેચેની અનુભવે. તા. ૧૭, ૧૮ મૂંઝવણ વધશે. તા. ૧૯, ૨૦ ચિંતાજનક દિવસો ગણાય.

તુલા ( ર, ત )

શારીરિક પીડાથી આપને ખાસ સંભાળવું પડશે. સ્નાયુપીડા આપને પજવે અને સાંધાનો દુઃખાવો અચાનક ઊભો થાય તેવા સંજોગોનું નિર્માણ થવાની શક્યતાઓ જણાય છે. તે સિવાય નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનીં શકે તેમ છે. કુટુંબમાં સંવાદિતા જળવાશે. વાહનથી ખાસ સંભાળવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૪, ૧૫, ૧૬ શરીરની કાળજી રાખવી. તા. ૧૭, ૧૮ પ્રવાસ શક્ય બને. તા. ૧૯, ૨૦ વાહનથી ખાસ સંભાળવું.

વૃશ્ચિક ( ન, ય )

આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય
પસાર થાય તેવો શુભગ્રહોનો પ્રભાવ જણાય છે.
આર્થિક પ્રશ્નોમાં પણ રાહત cણાશે. મિલન-મુલાકાત શક્ય બનશે. શુભેચ્છકો, મિત્રોની મદદ – પ્રેરણા ઉપયોગી પુરવાર થશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ લાભકારક દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ ધાર્યું કાર્ય થઈ શકે.

ધન ( ભ, ધ, ફ, ઢ )

સપ્તાહના પ્રારંભમાં આપના દિવસો આનંદમય જણાય છે. અનપેક્ષિત આવક તથા પડતર પ્રશ્નોનો સુખદ નિકાલ આવતાં આપનો આનંદ બેવડાશે. પરિવારમાં સંવાદિતા, સ્નેહ અને સહકારભર્યું વાતાવરણ રહેશે. સપ્તાહના અંતિમ દિવસોમાં ચોરીનો ભય જણાય છે. કીમતી વસ્તુઓ સાચવવી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૪, ૧૫, ૧૬ સફળતા મળે. તા. ૧૭, ૧૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ સાચવીને ચાલવું.

મકર ( જ, ખ )

આ સમયગાળામાં આપ હરો ફરો, પરંતુ મનમાં બિલકુલ શાંતિ જેવું જણાશે નિહ. ઘરનાં બહારનાં તમામ કામોમાં વિવાદાસ્પદ સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના ખરી જ. પરદેશગમનની શક્યતાઓ પણ ખરી જ. નાના, મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. વાહન” સંભાળવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૪, ૧૫, ૧૬ ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરે. તા. ૧૭, ૧૮ વિવાદથી દૂર રહેવું. તા. ૧૯, ૨૦ વાહનÖ ખાસ સંભાળવું.

કુંભ ( ગ, શ, સ, ષ )

આનંદ-ઉલ્લાસ ભરેલું આ સપ્તાહ આપને તન-મન-ધનથી શાંતિ આપે તેમ્ છે. વર્તમાન ગ્રહાધીન
સ્થિતિ અનુસાર આર્થિક
ઉત્કર્ષ થવાની સંભાવના પણ ખરી જ. વિવાહ ઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશેં. શુભ કાર્ય પણ થઈ શકે. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ લાભકારક દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ શુભ કાર્ય થઈ શકે.

મીન ( દ, ચ, ઝ, થ )

આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. ઘરનાં – બહારનાં અટવાયેલાં કામોમાં સફળતા મળતાં આપની ચિંતા હળવી થશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ અનપેક્ષિત લાભ થવાની શક્યતાઓ ખરી જ. પ્રવાસ-પર્યટન શક્ય બનશે. સ્નેહી, શુભેચ્છકો, મિત્રોની મદદ મળશે. સપ્તાહના અંતિમ દિવસોમાં કીમતી વસ્તુઓ સાચવવી. તા. ૧૪, ૧૫, ૧૬ રાહત રહેશે. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯, ૨૦ દરેક કામ સંભાળપૂર્વક કરવું હિતાવહ છે.