જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

સપ્તાહની શરૂઆતમાં આપને ઘરનાં – બહારનાં કામકાજમાં વ્યસ્ત રહેવું પડશે. પ્રયત્નો કરવા છતાં કામમાં અપેક્ષિત સફળતા મળશે નહિ. સપ્તાહના મધ્યભાગમાં કંઈક રાહત જણાશે, જેમાં પારિવારિક પ્રશ્નો હળવા બનશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આવકનું પ્રમાણ જળવાશે. પરિવારમાં સંવાદિતા સાથે આનંદ ઉલ્લાસ જળવાશે. વડીલો માટે સાનુકૂળ સમય. સ્ત્રીવર્ગ માટે મધ્યમ સમય. તા. ૨૪ મધ્યમ. તા. ૨૫ ઠીક. તા. ૨૬ બપોર પછી રાહત. તા. ૨૭ શુભ. તા. ૨૮ લાભ. તા. ૨૯ આનંદી દિવસ. તા. ૩૦ સફળતા.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહ દરમિયાન આપને ચિંતા-ક્લેશ-ઉદ્વેગભર્યા સંજોગોમાંથી પસાર થવું પડશે. ધારણા પ્રમાણે કંઈ થાય નહિ. પારિવારિક અને વ્યાવસાયિક બન્ને ક્ષેત્રમાં આર્થિક દૃષ્ટિએ મુશ્કેલીઓ જણાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. વિચિત્ર કહી શકાય તેવો અણધાર્યો ખર્ચ પણ થઈ જાય. તા. ૨૪ સામાન્ય. તા. ૨૫ ઠીક. તા. ૨૬ ઉચાટ. તા. ૨૭ ઉદ્વેગ. તા. ૨૮ લાભ. તા. ૨૯ સામાન્ય. તા. ૩૦ અશાંતિ.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયગાળામાં પરિવારમાં આનંદભર્યા સંજોગો ઉદ્ભવે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ અનુકૂળતા જણાય. ધંધામાં કંઈક નવીન રચનાત્મક કાર્ય થઈ શકે. કૌટુંબિક લાભ પણ મળે. વડીલવર્ગની ચિંતા હળવી થાય. વ્યક્તિગત લાભની તકો પણ ઊભી થાય. વિદ્યાર્થીમિત્રો માટે પણ સાનુકૂળ સમય. તા. ૨૪ શુભ. તા. ૨૫ લાભ. તા. ૨૬ સફળતા. તા. ૨૭ અનુકૂળતા. તા. ૨૮ આનંદી દિવસ. તા. ૨૯ સામાન્ય. તા. ૩૦ રચનાત્મક કાર્ય થાય.

કર્ક (ડ.હ.)

પારિવારિક પ્રશ્નો હશે તો તેનો સાનુકૂળ ઉકેલ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ ધારી સફળતા મળશે. કાયદાકીય ગૂંચ હશે તો ઉકેલાઈ જશે. હાથમાં લીધેલાં ઘરનાં તથા બહારનાં કાર્યોમાં સફળતા મળતાં આનંદ-ઉલ્લાસનું પ્રમાણ જળવાઈ રહેશે. વડીલવર્ગ માટે સારું. સ્ત્રીવર્ગનો આનંદ-ઉત્સાહ જળવાશે. વિદ્યાર્થીમિત્રો માટે નવી જવાબદારીઓ વધશે. તા. ૨૪ લાભ. તા. ૨૫ શુભ. તા. ૨૬ નવી તક. તા. ૨૭ સફળ દિવસ. તા. ૨૮ ઠીક. તા. ૨૯ સાચો દિવસ. તા. ૩૦ આનંદ-ઉત્સાહ વધશે.

સિંહ (મ.ટ.)

ધંધાકીય ક્ષેત્રમાં આર્થિક લાભની આશા ઠગારી નીવડશે. પરિવારમાં પરસ્પર મનદુ:ખ થઈ જાય તેવા સંજોગોનું નિર્માણ થવાની શક્યતા. અણધાર્યો ખર્ચ મનની મૂંઝવણ વધારશે. અપેક્ષિત નાણાં મળવામાં અવશ્ય અવરોધ ઊભો થશે. સ્ત્રીવર્ગને ચિંતામાં રાખનારું આ સપ્તાહ વિદ્યાર્થીમિત્રો માટે પણ કસોટી કરનારું પુરવાર થશે. તા. ૨૪ ઠીક. તા. ૨૫ સામાન્ય. તા. ૨૬ દરેક રીતે સાચવવું. તા. ૨૭ બપોર પછી રાહત. તા. ૨૮ ઠીક. તા. ૨૯ લાભ. તા. ૩૦ ચિંતા.

કન્યા (પ.ઠ.ણ.)

પારિવારિક વિટંબણાઓ સુખ-ચેનથી જીવવા નહિ દે. શનિમહારાજની મોટી પનોતીનો અહેસાસ સર્વ પ્રકારે થતાં આત્મવિશ્વાસ પણ ડગતો જણાશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આર્થિક પ્રશ્નો ખૂબ ચિંતા કરાવશે. વડીલવર્ગના આરોગ્યની ચિંતા સતાવશે તથા તે નિમિત્તે અણધાર્યો ખર્ચ પણ કરવો પડશે. તા. ૨૪ ચિંતા. તા. ૨૫ ક્લેશ. તા. ૨૬ ઠીક. તા. ૨૭ સામાન્ય દિવસ. તા. ૨૮ કંઈક રાહત. તા. ૨૯ ચિંતા. તા. ૩૦ બપોર પછી રાહત.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપને સારા-નરસા મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. સપ્તાહના પ્રારંભિક તબક્કામાં કંઈક રાહત જેવું જણાશે, પરંતુ સપ્તાહના મધ્ય તેમ જ અંતિમ ભાગમાં શારીરિક-માનસિક ચિંતાઓ રહ્યા કરશે. સંતાનવિષયક ચિંતામાં વધારો થતો જોવા મળશે. આર્થિક બાબતોમાં નોંધપાત્ર ફરક પડશે નહિ. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વિશેષ કાળજી રાખવી પડશે. તા. ૨૪ મધ્યમ. તા. ૨૫ શુભ. તા. ૨૬ સામાન્ય. તા. ૨૭ ચિંતા. તા. ૨૮ ક્લેશ. તા. ૨૯ સંભાળીને કામ કરવું. તા. ૩૦ યાત્રનું આયોજન થાય.

વૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં આપને ધનલાભ થાય તેવી શક્યતા ખરી જ. ઘરમાં વડીલવર્ગમાં પણ માંદગીનું આવરણ આવી જાય તેવું બનવાની સંભાવના ખરી જ. નોકરી-ધંધાના ક્ષેત્રમાં યશ-પ્રતિષ્ઠાના પ્રશ્નો ઊભા થશે. ખાસ કરીને સપ્તાહના અંતમાં નોકરીવિષયક વિચિત્ર અને વિપરીત કહી શકાય તેવા સંજોગોનું નિર્માણ થશે. તા. ૨૪ સામાન્ય. તા. ૨૫ ઠીક. તા. ૨૬ શુભ. તા. ૨૭ ચિંતા-ઉદ્વેગ. તા. ૨૮ ધાર્યું કામ અટકે. તા. ૨૯ લાભ. તા. ૩૦ અશુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.)

ઘરના બહારના પ્રશ્નો મૂંઝવશે. વ્યવસાય – વ્યાપારના ક્ષેત્રમાં પણ ચિંતા – દોડધામ જેવું અવશ્ય રહ્યા કરશે. નોકરીના ક્ષેત્રમાં સહકાર્યકર તેમ જ ઉપરી વર્ગ સાથે મનદુ:ખ થવાની શક્યતા પણ ખરી જ. વિદ્યાર્થીમિત્રોને નવી જવાબદારીઓ વધશે. સપ્તાહનો સારાંશ એ જ કે દરેક રીતે સંભાળી કામકાજ કરવું પડશે. તા. ૨૪ સામાન્ય. તા. ૨૫ ઠીક. તા. ૨૬ ચિંતા. તા. ૨૭ ક્લેશ. તા. ૨૮ લાભ. તા. ૨૯ મધ્યમ. તા. ૩૦ બપોર પછી રાહત.

મકર (ખ.જ.)

સપ્તાહના મધ્યમાં અને અંતભાગમાં એકંદરે રાહત જેવું જણાશે. શરૂઆતના દિવસોને બાદ કરતાં પારિવારિક સંજોગો સાનુકૂળ થશે અને એ રીતે માનસિક શાંતિમાં ઉમેરો થશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આવકનું પ્રમાણ જળવાશે. સારાં કામોમાં ખર્ચ-ખરીદી થઈ શકશે. મિલન-મુલાકાત સફળ બનશે. વડીલવર્ગ માટે મધ્યમ સમય. સ્ત્રીવર્ગ તથા વિદ્યાથીઓ મિત્રો માટે શુભ સમય. તા. ૨૪ લાભ. તા. ૨૫ અશુભ દિવસ. તા. ૨૬ ચિંતા. તા. ૨૭ ક્લેશ. તા. ૨૮ મધ્યમ, તા. ૨૯ લાભ. તા. ૩૦ આનંદી દિવસ.

કુંભ (ગ.શ.સ.ષ.)

ધારણા પ્રમાણે કંઈ જ ન થતાં આપની શાંતિમાં વિક્ષેપ ઊભો થતો જણાશે. કુટુંબમાં નજીવી બાબતોમાં માથાકૂટ થઈ જાય તેવું બનવાની શક્યતાઓ પણ ખરી જ. મન સાથે ખૂબ જ સમાધાન રાખવું જરૂરી બનશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ ધીરજથી કામ લેવું પડશે. ઉપરીવર્ગ અને સહકાર્યકરો સાથે સંવાદિતા રાખવી હિતાવહ બની રહેશે. તા. ૨૪ શુભ. તા. ૨૫ લાભ. તા. ૨૬ ચિંતા. તા. ૨૭ ક્લેશ. તા. ૨૮ સામાન્ય. તા. ૨૯ ઠીક. તા. ૩૦ અશુભ.

મીન (દ.ચ.ઝ.થ.)

સપ્તાહના અંત ભાગમાં એકંદરે રાહત જેવું જણાશે. પારિવારિક પ્રશ્નોમાં મૂંઝવણ વધ્યા પછી શાંતિનો અનુભવ થશે. નોકરી – વ્યવસાયના ક્ષેત્રમાં પણ નવી જવાબદારી આવી પડશે છતાં તે આનંદપ્રદ બની રહેશે. વિદેશગમન પણ થઈ શકે. વડીલોના આરોગ્યના પ્રશ્નો હશે તો તે ઉકેલાશે. વિદ્યાર્થીમિત્રો તથા સ્ત્રીવર્ગ માટે રાહતભર્યું સપ્તાહ. તા. ૨૪ મધ્યમ. તા. ૨૫ સારી. તા. ૨૬ શુભ. તા. ૨૭ ચિંતા. તા. ૨૮ ક્લેશ. તા. ૨૯ ઠીક. તા. ૩૦ બપોર પછી રાહત.