2019 એચબીઓ વિઝનરીઝ પ્રોગ્રામ એમ્બેસેડર તરીકે સુજાતા ડે

ન્યુ યોર્કઃ 2019 એચબીઓ વિઝનરીઝ પ્રોગ્રામ એમ્બેસેડર અને પ્રવક્તા તરીકે ભારતીય અમેરિકન અભિનેત્રી સુજાતા ડેની પસંદગી કરવામાં આવી છે. સુજાતા ડે એચબીઓની ઇનસિક્યુર સિરીઝમાં આવે છે તે સત્તાવાર પ્રોમો વિડિયોમાં દર્શાવાય છે. અખબારી યાદીમાં એચબીઓ દ્વારા જણાવ્યા મુજબ ટોચના ત્રણ વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવશે અને તેઓને ચેનલ પર તેમ જ ઓનડિમાન્ડ, ડિજિટલ, સોશિયલ પ્લેટફોર્મ પર તેઓની કામગીરી દર્શાવવાની તક મળશે.
તમામ સબમિશન 14મી નવેમ્બર, બુધવારે રાતે બાર વાગ્યા સુધીમાં કરી શકાશે. આ પ્રોગ્રામનો રનિંગ ટાઇમ 10થી 15 મિનિટનો રહેશે. ફિલ્મોનું ડિરેક્શન એશિયન અથવા પેસિફિક આઇલેન્ડર દ્વારા થયેલું હોવું જોઈએ. ફિલ્મો અંગ્રેજી અથવા અંગ્રેજી સબટાઇટલ સાથે હોવી જોઈએ.