2018 અમેરિકન કોલેજ ક્રિકેટ નેશનલ ચેમ્પિયનશિપ વિજેતા રટગર્સ

Reuters

ન્યુ યોર્કઃ રટગર્સ યુનિવર્સિટીએ યુનિવર્સિટી ઓફ સાઉથ અલાબામા સામે 2018 અમેરિકન કોલેજ ક્રિકેટ નેશનલ ચેમ્પિયનશિપ જીતીને શિવ ચંદરપૌલ ટ્રોફી માટે દાવો કર્યો છે. બીજી એપ્રિલે ફલોરિડામાં ફોર્ડ લાઉડરડેલમાં ફાઇનલ યોજાઈ હતી, જેમાં રટગર્સે ટોસ જીતીને બોલિંગ લીધી હતી.
યુનિવર્સિટી ઓફ સાઉથ અલાબામાની ટીમ 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે રટગર્સ્ 13.3 ઓવરમાં જરૂરી વિજયી રન બનાવતાં ત્રણ વિકેટે વિજય થયો હતો.
2016માં રટગર્સ ફાઇનલમાં આવી હતી, પરંતુ યુનિવર્સિટી ઓફ સાઉથ ફલોરિડા સામે હારી ગઈ હતી.
અમેરિકન કોલેજ ક્રિકેટના જણાવ્યા મુજબ રટગર્સ મૂળ ટીમોનો હિસ્સો હતી, જેની રચના માર્ચ, 2009માં થઈ હતી.
ફાઇનલ પછી નીચેના વિજેતાઓને એવોર્ડ એનાયત થયા હતા.
ચેમ્પિયનશિપ એમવીપીઃ અમજદ મુહમ્મદ, સાઉથ અલાબામા
બેસ્ટ બોલરઃ હસન વાજીહ, રટગર્સ
બેસ્ટ બેટ્સમેનઃ નીલ પટેલ, સાઉથ અલાબામા
અમેરિકન કોલેજ ક્રિકેટ સીઝન એમવીપી એવોર્ડઃ અર્જુન વર્મા, હાર્વર્ડ
દસમી અમેરિકન કોલેજ ક્રિકેટ નેશનલ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલો અને ફાઇનલોનું પ્રસારણ અમેરિકા અને કેનેડામાં સોની એચડી ઉપર કરવામાં આવ્યું હતું.