2017 કાન્સાસ ગોળીબારની દુર્ઘટના પર નિર્મિત ફિલ્મનો કેન્સમાં પ્રીમિયર

0
1051
ફિલ્મ ‘સેવન રાઉન્ડ્સ’માં એક દ્રશ્યમાં અકશુન અભિ

ન્યુ યોર્કઃ 2017માં કાન્સાસમાં ગોળીબારની દુર્ઘટના પર નિર્મિત ફિલ્મનો પ્રીમિયર કેન્સમાં યોજાશે. નાઇન ઇલેવન આતંકવાદી હુમલા પછી અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય અમેરિકનો ઘૃણાસ્પદ ગુનાઓનો ભોગ બનતા આવ્યા છે. આ ફિલ્મના નિર્માતા ભારતીય અમેરિકન અકશુન અભિ છે, જેઓ પોતાની આગામી ફિલ્મ ‘સેવન રાઉન્ડ્સ’ સાથે સંદેશો પ્રસરાવી રહ્યા છે, જે ગત ફેબ્રુઆરીમાં કાન્સાસમાં બે ભારતીય-અમેરિકન ઇજનેર શ્રીનિવાસ કુચિબોટલા અને અન્ય ઇજનેર પર થયેલા ગોળીબારની દુર્ઘટના પર આધારિત છે, જેમાં શ્રીનિવાસ કુચિબોટલાનું અવસાન થયું હતું, જ્યારે અન્ય ઇજનેર ઈજાગ્રસ્ત થયા હતા.
22મી ફેબ્રુઆરીએ કુચિબોટલા અને તેમના સાથી આલોક મદાસાની કાન્સાસમાં ઓલાથેમાં એક સ્થાનિક બારમાં ડ્રિન્ક લેતા હતા ત્યારે એક અશ્વેત વ્યક્તિએ દોડી આવી તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના અને અનુભવોને ધ્યાનમાં રાખીને અભિએ આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
અભિએ જણાવ્યું હતું કે લોકો હંમેશાં મારા પ્રત્યે હું મિડલ ઈસ્ટર્ન વિસ્તારનો હોઉં તે રીતે જોતા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું ભારતીય છું ત્યારથી તેમનો જોવાનો દષ્ટિકોણ બદલાઈ ગયો હતો. આથી તેમણે ફિલ્મની વાર્તા લખવાનો નિર્ણય કર્યો અને પોતાના મિત્રને મળ્યા જે પોતે સ્ક્રિપ્ટરાઇટર છે. તેમણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે.
આ પછી તેમને આંતરરાષ્ટ્રીય-સ્થાનિક નિર્માતાઓ ફોન કરતા હતા, પરંતુ તેઓએ પોતાની રીતે જ ફિલ્મની પ્રક્રિયા શરૂ કરી હતી અને સ્ક્રિપ્ટ લઇને ગ્રીક ડિરેક્ટરને મળ્યા હતા, જેઓ આ પ્રકારની ઘટનાઓથી વાકેફ હતા.
ત્યાર પછી તેમણે થ્રી ફ્લેમ્સ પ્રોડક્શન્સ સાથે ટીમ બનાવી હતી. ‘સેવન રાઉન્ડ્સ’ ફિલ્મમાં અભિ મુખ્ય ભૂમિકા ભજવે છે, જેનો પ્રીમીયર મેમાં ફ્રાન્સમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે, ત્યાર પછી અન્ય ચાર ફિલ્મ ફેસ્ટિવલોમાં પણ પ્રીમિયર દર્શાવાશે.
અભિ કલાકાર-ડાન્સર છે. તેઓ મૂળ નવી દિલ્હીના છે. તેમણે પોતાની સ્નાતકની પદવી જર્મનીમાં બાયોટેક્નોલોજીમાં મેળવી હતી. તેઓ અમેરિકા અને ભારતમાં વિવિધ મુદ્દે અવેરનેસ ઈઊી કરવા માટે અને સંદેશાઓ ફેલાવવા માટે સમાજ આધારીત ફિલ્મો બનાવવા માગે છે. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here