‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચિયન’નું સ્ક્રીનિંગ ન કરે: જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી

 

હૈદરાબાદ: જવાહરલાલ નહે‚ યુનિવર્સિટી (JNU)ના સ્ટુડન્ટ્સના ગ્રુપને કહ્યું કે આ ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચિયન’ના સ્ક્રીનિંગને રદ કરી દે. સ્ટુડન્ટ્સનું આ ગ્રુપ ૨૪ જાન્યુઆરીએ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરનાર છે. થ્ફ્શ્એ કહ્યું કે આ પ્રકારની એક્ટિવિટીઝ યુનિવર્સિટીમાં શાંતિ અને સદભાવને ભંગ કરે છે.

ભારત સરકારે BBC ગુજરાતનાં રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટરીને પ્રધાનમંત્રી મોદી અને દેશની વિ‚દ્ધ પ્રોપેગેન્ડા બતાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરદિંમ બાગચીએ મીડિયા બ્રિફ્રિંગમાં કહ્યું કે અમે નથી જાણતા કે ડોક્યુમેન્ટરીની પાછળ શું એજન્ડા છે, પરંતુ આ નિષ્પક્ષ નથી. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિ‚દ્ધ દુષ્પ્રચાર છે. બાગચીએ કહ્યું આ ડોક્યુમેન્ટરી ભારતની વિરુદ્ધ એક ખાસ પ્રકારનો દુષ્રચારનું નેરેટિવ ચલાવવાની કોશિશ છે. ડોક્યુમેન્ટરીમાં દેખાય છે કે આની સાથે જોડાયેલા લોકો અને સંગઠન ખાસ પ્રકારની વિચારશૈલી ધરાવે છે, કારણ કે આમાં ફેક્ટ જ નથી. આ ઔપનિવેશિક એટલે કે ગુલામીની માનસિકતાને દર્શાવે છે. અમે નથી જાણતા કે આની પાછળનો એજન્ડા શું છે?

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સના એક જૂથે કેમ્પસની અંદર ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચિયન’નું સ્ક્રીનિંગ કર્યું. પોલીસે કહ્યું કે આ અંગે લેખિત ફરિયાદ મળ્યા બાદ તપાસ શ‚ કરવામાં આવશે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ પણ વિરોધ કર્યો, ગ્ગ્ઘ્ની ડોક્યુમેન્ટરી પર બ્રિટિશ સંસદમાં ચર્ચા થઇ. પાકિસ્તાની મૂળના સાંસદ ઇમરાન હુસૈને કહ્યું ગુજરાતનાં રમખાણો માટે મોદી ડાયરેક્ટ જવાબદાર છે. હજી પણ રમખાણમાં અસરગ્રસ્તોને ન્યાય મળ્યો નથી. તેમણે બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનકને સવાલ કર્યો રમખાણોમાં મોદીની ભૂમિકા માટે તમારુ શું કહેવું છે? આના પર સુનકે કહ્યું BBC ડોક્યુમેન્ટરીમાં જે પ્રકારે પ્રધાનમંત્રીને બતાવવામાં આવ્યા છે, હું એની સાથે ક્યારેય સહમત નથી. તેમણે કહ્યું બ્રિટન સરકાર ની સ્થિતિ સ્પષ્ટ છે. અમે દુનિયાના કોઇ પણ ભાગમાં થનારી હિંસાની બરદાસ્ત નથી કરતા.

ગ્ગ્ઘ્એ ૧૭ જાન્યુઆરીએ ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચિયન’ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ યૂટ્યૂબ પર રિલીઝ થયો હતો. બીજો એપિસાડ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાનો છે. એની પહેલાં જ કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને યૂટ્યૂબ પરથી હટાવી લીધો. પ્રથમ એપિસોડની ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યક ની વચ્ચેના તણાવ પર ફોકસ કરે છે. ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાના દાવાની તપાસ કરે છે. બતાવી દઇએ કે ગુજરાતનાં રમખાણો માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી સમિતિએ નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here