2005માં અયોધ્યામાં રામ-જન્મભૂમિ સંકુલમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં પ્રયાગરાજની  સ્પેશ્યલ અદાલતે પાંચમાંથી ચાર આરોપીને આજીવન કારાવાસની સજાનું ફરમાન કર્યું …

0
725

ઉત્તરપ્રદેશમાં રામ-જન્મભૂમિ સંકુલમાં 2005માં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં પ્રયાગરાજની વિશેષ અદાલતે આજે પાંચમાંથી ચાર આરોપીઓને જનમટીપની સજા કરી હતી. જયારે એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન 63 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. પાંચ ત્રાસવાદીઓમાં ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ, મોહમ્મદ અઝીઝ અને આશિફ ઈકબાલનો સમાવેશ થાય થાય છે. પાંચમી જુલાઈ, 2005ના સવારે સવા નવ વાગ્યાની આસપાસ રામ- જન્મભૂમિ સંકુલમાં અતિ આધુનિક હથિયારો સાથે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સાથે સાથે બોમ્બ બ્લાસ્ટ પણ કર્યા હતા. આ હુમલામાં બે નાગરિકોના મોત થયાં હતાં. સાત જણા ઘાયલ થયા હતા. અયોધ્યામાં આ આતંકી હુમલાને કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો.