2002ના ગુજરાતના રમખાણોના મામલામાં  જાકીયા જાફરીએ કરેલી અરજીની સુનાવણી સોમવારે સુપ્રીમ કોર્ટ કરશે

0
962

 

છેલ્લા 16 વરસોથી ગુજરાતના રમખાણો દરમિયાન પતિની થયેલી હત્યા માટે ન્યાય મેળવવા પ્રયાસો કરતા જાકીયા જાફરીએ એસઆઈટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના રાજકીય નેતાઓ અને અધિકારીઓને આપવામાં આવેલી કલીનચીટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. . હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જાકીયા જાફરીએ એવો આરોપ મૂક્યો હતો કે, 2002ના રમખાણો પાછળ એક મોટું કાવતરું રચવામાં આવ્યું હતું. આ રમખાણોમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીનું મોત થયું હતું. ગુજરાતમાં થયેલા રમખાણોમાં અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં રહેતા અહેસાન જાફરીની હત્યા કરવામાં આવી હોવોનો આક્ષેપ જાકીયા જાફરી કરી રહ્યા છે. 2017ંમાં નરેન્દ્ર મોદી અને અન્ય 58 વ્યક્તિઓને એસઆઈટી દ્વારા આ મામલામાં આવેલી કલીનચીટવે હાઈકોર્ટે બહાલી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું ચુકાદો આવે છે તે મહત્વનું છે.