
20 વરસ જૂના રોડ રેસ કેસમાં આજે ભારતની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ સરરકારના એક મંત્રી નવજોત સિંહ સિધ્ધૂને નિર્દોષ જહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સામાન્ય દંડ ( એક હજાર રૂપિયા) ફટકારીને મુક્ત કર્યા હતા. અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સિધ્ધૂને 3વરસની જેલની સજા કરી હતી. જેની સામે સિધ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 1998માં અમૃતસરમાં બનેલા રોડ રેઝ કેસમાં સિધ્ધુ પર એક વ્યક્તિનું મોત નિપજાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સિધ્ધુએ અને તેમના સાથીદારે એક વૃધ્ધ વ્યક્તિ સાથે મારપીટ કરી હતી. એ વ્યક્તિ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી.