2 કરોડ રૂપિયાની જમીનને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 18.5 કરોડમાં ખરીદવા સંબંધિત મામલે વિવાદ : યુપીની યોગી સરકાર સાવચેત થઈ, ને તમામ વિગતો ચકાસવા માટે રિપોર્ટની માગણી કરી…

 

       રામ – જન્મભૂમિ મંદિર માટે જમીનની ખરીદી બાબત ઊભો થયેલો વિવાદ આજકાલ જાહેરમાં ચર્ચાઈ રહયો છે. જમીનનો મુદો્ ઉછળતા ટ્રસ્ટમાં ધમસાણ મચી ગયું હતું. શ્રીરામ- જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસે મંદિરના નિર્માણ માટે લોકોે દાન કરેલા ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ ભંડોળ છે. લાંબા સમયથી બીમારીમાં પટકાયેલા ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી કમલ નયન દાસે પણ અવાજ ઊઠાવ્યો છે. તમામ નિર્ણય મહાસચિવ ચંપતરાય જ લઈ રહ્યા છે. 

       સર્કલ ગાઈડલાઈન દર અનુસાર, તે જમીનનો ભાવ 5.79 કરોડ થાય છે. તેને ફક્ત 2 કરોડ રૂપિયામાં ખરીદવાના મામલે અયોધ્યા રજિસ્ટાર ઓફિસે આઈટી વિભાગને જાણ કરીને પોતાની જવાબદારી પહેલાથી જ નિભાવી હતી. રજિસ્ટાર વિભાગે 30 લાખ રૂપિયાથી વધુ કિંમતની જમીનની ખરીદી કે વેચાણની ઓનલાઈન માહિતી વિભાગને આપવાની હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈટી વિભાગ જમીન વેચનારા કુસુમ પાઠક અને હરીશ પાઠક પર 5.79 કરોડની આવકના આધારે 30 ટકા ટેકસ લગાવશે. 

            અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવે છે. તેમના ઘરે 18 માર્ચ 2021ના રોજ જમીનના 2 કરોડ રૂપિયામાં વેચાણના દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે.