વિધ્વંસક યુદ્ધજહાજ મોરમુગાઓ ભારતીય નૌકાદળમાં સામેલ

 

મુંબઈઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે મુંબઇમાં ભારતીય નૌકાદળને સ્વદેશી રીતે નિર્મિત ડ૧૫ઇ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર ‘મોરમુગાઓ’ સોંપ્યું. સીડીઍસ જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ ઍડમિરલ આર હરિકુમાર, ગોવાના ગવર્નર પીઍસ શ્રીધરન પિલ્લઇ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને અન્ય મહાનુભાવોઍ ઇવેન્ટમાં ડ૧૫ઇ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ કટફ મોરમુગાઓના કમિશનિંગ સમારોહમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા નૌકાદળના વડા ઍડમિરલ આર હરિકુમારે જણાવ્યું હતું કે સ્વદેશી યુદ્ઘ જહાજના નિર્માણના ઇતિહાસમાં આજનો દિવસ વધુ ઍક સીમાચિન્હરૂપ છે. કારણકે અમે વિનાશક મોરમુગાઓને કાર્યરત કર્યુ છે, ખાસ કરીને ઍક વર્ષ પહેલાં જ અમારી સિસ્ટર શિપ વિશાખાપટ્ટનમને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. 

નૌકાદળના વડાઍ કહ્નાં કે આ સિદ્ઘિ છેલ્લા ઍક દાયકામાં યુદ્ઘ જહાજની ડિઝાઇન અને નિર્માણ ક્ષમતામાં અમારા દ્વારા લેવામાં આવેલી મોટી પ્રગતિનું સૂચક છે. નૌકાદળમાં શહેરના નામ પર જહાજોના નામકરણ કરવાની પરંપરા છે, જે બંને વચ્ચે કાયમી કડી બનાવે છે.

મુંબઇમાં ભારતીય નૌકા આયોગ દ્વારા સ્વદેશી રીતે નિર્મિત મિસાઇલ ડિસ્ટ્રોયર કટફ મોરમુગાઓના કમિશનિંગ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્નાં કે કટફ મોરમુગાઓ ભારતમાં નિર્મિત સૌથી શકિતશાળી યુદ્ઘ જહાજોમાંનું ઍક છે. તેનાથી ભારતની દરિયાઇ ક્ષમતામાં વધારો થશે. ઍમડીઍસઍલ દ્વારા નિર્મિતઆ યુદ્ઘજહાજ આપણી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. ઍમાં કોઇ શંકા નથી કે આવનાર સમયમાં આપણે ફકત આપણી પોતાની જરૂરીયાતો માટે જ નહી. પરંતુ વિશ્વની જરૂરિયાતો માટે પણ જહાજોનું નિર્માણ કરીશું. મુંબઇમાં મઝગાંવ ડોકયાર્ડમાં બનેલ આઇઍનઍસ મોરમુગાઓ અસંખ્ય ખાસિયતો ધરાવે છે. 

આ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આધુનિક યુદ્ઘ માટે બનાવવામાં આવ્યું છે. આ યુદ્ઘ જહાજ ભારતીય નૌકાદળના દ્યયુદ્ઘ જહાજોના કાફલામાં સૌથી વધુ સક્ષમ અને આધુનિક હથિયારોથી સજ્જ છે. તેની સૌથી મહત્વની વાત ઍ છે કે તેનું બહારનું પડ ખાસ સ્ટીલનું બનેલું છે, જેથી દુશ્મન તેને રડાર પર શોધી ન શકે. આઇઍનઍસ મોરમુગાઓમાં મધ્યમ રેન્જની સપાટીથી ઍસઍઍમ મિસાઇલો, સરફેસ ટુ સરફેસ પ્રહાર કરનાર ઍસટીઍસ મિસાઇલો, ટોરપીડો ટયુબ અને લોન્ચર, સબમરીન વિરોધી રોકેટ લોન્ચર, સુપર રેપિડ ગન માઉન્ટ ઉપરાંત, કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ટીગ્રેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. ઓટોમેટિક પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, ફોલ્ડેબલ હેન્ગર ડોર્સ, હેલો ટ્રાવસિંગ સિસ્ટમ, કલોઝ-ઇન વેપન સિસ્ટમ તેમજ બો માઉન્ટેડ સોનારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિનાશક યુદ્ઘ જહાજને ભારતીય નૌકાદળના ઁવોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઇ દ્વારા બનાવવામાં આવ્યું છે. આઇઍનઍસ મોરમુગાઓનું નામ પડ્ઢિમ કિનારે ગોવાના ઐતિહાસિક બંદર શહેર પરથી રાખવામાં આવ્યું છે. આઇઍનઍમ મોરમુગાઓઍ ગયા વર્ષ ૧૯ ડિસેમ્બરે પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની આઝાદીના ૬૦ વર્ષ પૂરા થતાં પ્રથમ વખત સમુદ્રમાં પ્રવેશ કર્યો હતો. આઇઍનઍસ મોરમુગાઓની લંબાઇ ૧૬૩ મીટર, પહોળાઇ ૧૭ મીટર અને ૭૫૦૦ ટનનું વિસ્થાપન છે. આ જહાજ ચાર શકિતશાળી ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત થશે, જે તેને ૪૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપશે. આ યુદ્ઘ જહાજ નેવીમાં જોડાયા બાદ ભારતની તાકાત ત્રણ ગણી વધશે. મોરમુગાઓ, ૫-ઇ વર્ગનું બીજું સ્વદેશી સ્ટીલ્થ વિનાશક જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ઘ દરમિયાન પણ બચાવ કરવામાં સક્ષમ છે. તેના પર બ્રહ્મોસ, બરાક-૮ જેવી ૮ મિસાઇલ લગાવવામાં આવશે. ઇઝરાયેલનું મલ્ટી ફંકશન સર્વલન્સ થ્રેટ ઍલર્ટ રડાર ‘ઝઊ-ફરઅદ’ દેશના સૌથી અદ્યતન ઍડવાન્સ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરમાં ફીટ કરવામાં આવ્યું છે. તે હવામાં હાજર લક્ષ્યાંકને કેટલાય કિલોમીટર દૂરથી ઓળખી લેશે, જેના કારણે તે ચોક્કસ નિશાન બનાવી શકશે. તે ઉડતા વિમાન પર ૭૦ કિમીના અંતરે અને જમીન અથવા દરિયાઇ લક્ષ્યો પણ ૩૦૦ કિમીના અંતરે લક્ષ્યોને પ્રહાર કરવામાં સક્ષમ છે. આઇઍનઍસ મોરમુગાઓ ૧૨૭ ઍમઍમ ગનથી સજ્જ છે. તેમાં અછ-૬૩૦ ઍન્ટી મિસાઇલ ગન સિસ્ટમ પણ છે. બે ઍન્ટી સબમરીન રોકેટ લોન્ચર પણ મોરમુગાઓ પર સ્થાપિત છે. ખરાબ હવામાનમાં પણ નૌકાદળના હેલિકોપ્ટર તેના પર ઉતરારણ કરી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here