જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આપની માનસિક સ્વસ્થતા ટકાવજો. અવરોધ અને વિઘ્નો છતાં સાનુકૂળતા પણ પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓ અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ મળે. આવક-જાવકનું યોગ્ય આયોજન રસ્તો સરળ બનાવશે. ધારણા મુજબ લાભ થાય. નોકરિયાત વર્ગને હજુ કેટલીક મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. આરોગ્ય જાળવજો. તા. ૧૬, ૧૭, ૧૮ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ સફળ દિવસો ગણાય. તા. ૨૧, ૨૨ બપોર પછી રાહત થાય.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આપની માનસિક સ્વસ્થતા અને આનંદ વધે તેવા પ્રસંગો પેદા થાય. ધીરજ રાખવી પડશે. આર્થિક કટોકટીની સ્થિતિમાંથી બહાર આવી શકશો. આવક વધે અથવા પૈસાની જોગવાઈ થવા લાગશે. ફસાયેલાં નાણાં મળી શકે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ શુભ જણાય છે. પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૬, ૧૭, ૧૮ આનંદમય દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ લાભકારક દિવસો. તા. ૨૧, ૨૨ શુભ દિવસો.

મિથુન (ક.છ.ઘ.)

આ સમય દરમિયાન અગમ્ય કારણોસર બેચેની અનુભવ થયા કરશે. ખોટી નિરાશા મનનો કબજો લઈ ન લે તે જોજો. મૂંઝવણો વિશે વધુ વિચારશો તેમ તે વધવા પામશે. નાણાકીય આવક ગમે તેટલી વધે છતાં નાણાભીડનો અનુભવ થયા કરશે. ગ્ાૃહઉપયોગી ચીજો પાછળ પણ ખર્ચ થવાની સંભાવના જણાય છે. સામજિક કાર્ય થઈ શકશે. તા. ૧૬, ૧૭, ૧૮ દરેક રીતે સંભાળવું. તા. ૧૯, ૨૦ મૂંઝવણ વધવા પામશે. તા. ૨૧, ૨૨ શુભ દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપને સક્રિય તથા સતત પ્રવ્ાૃત્તિશીલ રહેવું પડશે. અગત્યની નવીન કામગીરી હાથ ધરી શકશો. માનસિક સ્વસ્થતા સાથે સંતુલન જળવાશે. આર્થિક મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાશે. છતાં આર્થિક પ્રશ્ર્નો જ‚રિયાત પ્રમાણે હલ થઈ શકશે. સંતાનોના પ્રશ્ર્નો હલ થઈ શકશે. ગ્ાૃહજીવનમાં સંવાદિતા જળવાશે. વેપારી વર્ગે વિશેષ સાચવવું પડશે. તા. ૧૬, ૧૭, ૧૮ સફળતાથી કાર્ય થઈ શકશે. તા. ૧૯, ૨૦ લાભ થાય. તા. ૨૧, ૨૨ આનંદમય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપને શારીરિક, માનસિક ચિંતાનો ભાર જણાશે. તબિયત સાચવવી પડશે. રુકાવટો અને અંતરાયો વિશેષ જણાશે. નાણાકીય પરિસ્થિતિ ઠીક ઠીક રહેવા પામશે. આર્થિક બોજો રહેવા પામશે. નોકરિયાત વર્ગને લાભની તક મળશે. પ્રવાસ-પર્યટન પાછળ ખર્ચ થઈ શકે. મકાન-જમીનને લગતા પ્રશ્ર્નો હલ થઈ શકશે. તા. ૧૬, ૧૭, ૧૮ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ લાભ થાય. તા. ૨૧, ૨૨ શુભ દિવસો.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં ધીમે ધીમે સાનુકૂળ સંજોગો સર્જાતાં આપની સક્રિયતા અને કામગીરી વધવા પામશે. સાથે સાથે આપનું લક્ષ્ય સિદ્ધ થતું જણાશે. આવકવ્ાૃદ્ધિનો માર્ગ પ્રાપ્ત થાય. ઉઘરાણીમાં કે અન્ય લેણાં નાણાં મળી શકે તેમ છે. અણધારી મદદ યા ગોઠવણ કામ લાગશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનો સાથસહકાર મળી રહેશે. તા. ૧૬, ૧૭, ૧૮ સફળ દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ આવક વધવા પામે. તા. ૨૧, ૨૨ કાર્ય સિદ્ધ થઈ શકે.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપનું ધાર્યું કામ પાર ન પડતાં નિરાશા જેવું લાગશે. નાણાકીય પરિસ્થિતિ વધુ પડતા ખર્ચાઓના કારણે ગૂંચવાતી જણાશે. જેના કારણે હાથ ભીડમાં રહેશે. નોકરિયાત વર્ગને હિતશત્રુઓના કારણે વિશેષ સાચવવું પડશે. જીવનસાથીની તબિયતની ચિંતા રહેશે. ધંધાકીય કામકાજ માટે સમય યોગ્ય છે. તા. ૧૬, ૧૭, ૧૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૯, ૨૦ મિશ્ર દિવસો. તા. ૨૧, ૨૨ સામાન્ય દિવસો ગણાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયમાં આપને માનસિક અસ્વસ્થતા સાથે ખોટી ચિંતાઓ અને ભય જેવું રહ્યા કરશે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આવકમાં વ્ાૃદ્ધિની તકો મળશે. નોકરિયાત વર્ગને કોઈ વિશેષ લાભ મળી શકે તેમ છે. આપનાં સંતાનોના આરોગ્યની કાળજી વિશેષ રાખવી પડશે. પ્રવાસ પર્યટન માટે સમય યોગ્ય જણાતો નથી. વાહનથી સંભાળવું. તા. ૧૬, ૧૭, ૧૮ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ આવક વધવા પામશે. તા. ૨૧, ૨૨ પ્રવાસ ટાળવો.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપની ધારણા પ્રમાણે કંઈ થાય તેવા યોગો જણાતા નથી. મનની પરિસ્થિતિ ઉત્પાતવાળી જણાશે. આવેશ અને ઉશ્કેરાટના પ્રસંગો ટાળજો. નાણાકીય દ્ષ્ટિએ આ સમય પ્રગતિકારક જણાતો નથી. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ગૂંચવાયેલી આર્થિક સમસ્યાઓ દૂર થશે. વેપારમાં સાનુકૂળ સંજોગો ઊભા થશે. તા. ૧૬, ૧૭, ૧૮ નિરાશાજનક દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૧, ૨૨ આર્થિક લાભ થાય.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં આપના સઘળા દિવસો આનંદમય વાતાવરણમાં વ્યતીત થશે. ચિંતાઓનાં વાદળો હટતાં જણાશે. નાણાભીડ હળવી થતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો, ખર્ચ પર અંકુશ રાખીને પરિસ્થિતિ સુધારી શકશો. નોકરિયાત વર્ગને સ્થળાંતરના યોગો જણાય છે. બઢતી પણ મળી શકે તેમ છે. ધંધાકીય ક્ષેત્રે આપના પ્રયત્નો સફળ થઈ શકશે. તા. ૧૬, ૧૭, ૧૮ આનંદમય દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ લાભમય દિવસો. તા. ૨૧, ૨૨ શુભ સમાચાર મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આપના મકાન કે વાહનના લે-વેચના કાર્યમાં સાનુકૂળતા જણાશે. મહત્ત્વની તકો પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળી શકે તેમ છે. નાના-મોટા  પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન, મુલાકાત શક્ય જણાય છે. વિદ્યાર્થીબંધુઓ માટે સમય સાનુકૂળ જણાતો નથી. ધાર્યું પરિણામ ન મળતાં નિરાશ થવું પડે. તા. ૧૬, ૧૭, ૧૮ રાહત થાય તેવા દિવસો. તા. ૧૯, ૨૦ મિલન-મુલાકાત શક્ય બનશે. તા. ૨૧, ૨૨ નિરાશાજનક દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં આપને સંભાળીને કામકાજ કરવું પડશે. એક દિવસ આનંદમાં પસાર થાય તો બે દિવસ માનસિક પરેશાની વધે. નાણાકીય સાહસથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. પ્રવાસ-પર્યટન ટાળવાં. વાહનથી સંભાળીને કામકાજ કરવું. ટૂંકમાં આ સપ્તામાં નુકસાનના યોગો વિશેષ જણાય છે. તા. ૧૬, ૧૭, દરેક રીતે સંભાળીવું. તા. ૧૮, ૧૯ નાણાકીય બાબતોમાં કાળજી રાખવી. તા. ૨૦, ૨૧ વાહનથી ખાસ સંભાળવું. તા. ૨૨ નુકસાનકારક દિવસ ગણાય.