1962ના યુદ્ધની આત્મકથારૂપ ફિલ્મ ‘સૂબેદાર જોગીન્દર સિંહ’

 

 

 

 

1962ના યુદ્ધની આત્મકથારૂપ ફિલ્મ ‘સૂબેદાર જોગીન્દર સિંહ’
આ ફિલ્મ એક યુદ્ધની આત્મકથારૂપ છે, જે વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત છે. આશરે 56 વર્ષ અગાઉ થયેલા યુદ્ધ પર આધારિત આ વાત છે પરમવીર ચક્ર વિજેતા સૂબેદાર જોગીન્દર સિંહ નામના સૈનિકની, જેણે દેશની સેવા માટે શહીદી વહોરી હતી. આ વાર્તા 72 કલાક, એક પલટન અને 600થી વધુ દુશ્મનોને ખતમ કરવાના સંઘર્ષની છે.

આ યુદ્ધની વાર્તા બુમ-લા મિશન પર આધારિત છે, જે 21મી ઓક્ટોબર, 1962ના રોજ ભારતના ખૂબ જ સુંદર ઉત્તર-પૂર્વીય પ્રદેશ તવાંગમાં થયું હતું. સૂબેદાર જોગીન્દર સિંહ તેમના સૈનિકોને વિશ્વાસઘાતી દુશ્મનો સામે એઇએફએ ભૂમિ પર માર્ચિંગના આદેશ મળ્યા હતા, જ્યાં પ્રથમ વાર તેમણે ચીનના લશ્કરના યુદ્ધનો સામનો કર્યો હતો. સૂબેદારની પલટનને મારવાની યોજના મુજબ 200 સૈનિકોની ત્રણ ટુકડી મોકલવામાં આવી હતી, પરંતુ દુશ્મનનો નાશ કરવા ભારતીય લશ્કરની ક્ષમતાની તેમને જાણ નહોતી. સૂબેદાર અને તેમના સાથીઓએ દુશ્મનોનાં બે દળને ખદેડી દીધાં હતાં, જોકે સૂબેદારની પલટનના અડધા સૈનિકો શહીદ થાય છે, તેઓ ગંભીર ઈજા પામ્યા હતા છતાં ચીની સૈનિકો તેમના પર દારૂગોળો વરસાવતા હોવા છતાં ત્રીજા દુશ્મનના દળ સામે લડ્યા હતા. તેમની પલટનને પાછા ફરવાનો આદેશ મળ્યો હોવા છતાં સૌએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

છેલ્લા શ્વાસ સુધી લડતા રહીને પોતાના જીવનનું બલિદાન આપીને તેમણે દુશ્મનોને તવાંગ સુધી જતા રોક્યા હતા. આ ફિલ્મ એકસાથે ચાર ભાષા પંજાબી-હિન્દી-તેલુગુ-તમિલમાં રજૂ થશે. ફિલ્મમાં ગિપ્પી ગ્રેવાલ, અદિતિ શર્મા, કુલવિન્દર બિલ્લા, હેપ્પી રાઇકોટી, રાજવીર જવાન્ડા ભૂમિકા ભજવી રહ્યાં છે.
આ ફિલ્મ 16મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે