અમેરિકા આકાશમાં ઉડાડશે સુપરસોનિક પેસેન્જર વિમાન

 

ડેનવર: અમેરિકન એરલાઈન્સ ૨૦ બૂમ સુપરસોનિક ઓવર્ટર પેસેન્જર જેટ ખરીદવા જઈ રહ્યા છે. તે સામાન્ય પેસેન્જર વિમાનોથી બેગણી ઝડપે ઉડનાર પ્લેન છે. એટલે દિલ્લીથી ચેન્નઈની જે મુસાફરી માટે અઢી કલાકનો સમય જાય છે. તેને આ વિમાનની મદદથી એક કલાક કે તેનાથી ઓછા સમયમાં પૂરી કરી શકાશે. અમેરિકન એરલાઈન્સે ૨૦ બૂમ સુપરસોનિક વિમાનો માટે નોન-રિફંડેબલ ડિપોઝિટ કરી છે. આ વિમાનને ડેનવર સ્થિત એરોસ્પેસ કંપની બૂમ બનાવે છે. આ વિમાન મેક ૧.૭ની સ્પીડથી ઉડે છે. એટલે ૧૯૭૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ. દિલ્લીથી ચેન્નઈનું અંતર લગભગ ૧૮૦૦ કિલોમીટર છે. આ પ્લેન દિલ્લીથી ઉડાન ભરશે તો એક કલાક કે તેનાથી ઓછા સમયમાં ચેન્નઈ પહોંચી જવાશે.

આ વિમાનની વિશેષતા એ છે કે એકવાર ઈંધણ ભર્યા પછી તે સતત ૭૮૭૦ કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. તેમાં ૬૫થી ૮૦ મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા છે. અમેરિકન એરલાઈન્સે બૂમ કંપનીને કહ્યું કે તે વિમાનોની ડિલીવરી પહેલાં વિમાન ઉદ્યોગના બધા સેટી, ઓપરેશન અને પરફોર્મન્સ સંંબંધી માપદંડોની તપાસ કરી લે. તેને પૂરી કર્યા પછી જ ડિલીવરી કરવામાં આવશે.

અમેરિકન એરલાઈન્સ એવા ૪૦ અને વિમાન ખરીદવાની યોજના પણ બનાવી રહ્યું છે. બૂમ સુપરસોનિક જેટ્સ બનાવનારી કંપનીનું કહેવું છે કે આ વિમાનની વિશેષતા તેની ડિઝાઈન છે. આગળ પાતળું અને પાછળ પહોળું. તેનાથી વિમાનને ડ્રેગ ઓછી લાગશે. તેની સાથે તેનાથી ઈંધણની પણ બચત થશે. બૂમ સુપરસોનિક વિમાનમાં વિંગ્સની નીચે ચાર એન્જિન લાગેલા છે. જે તેની ગતિને નિયંત્રિત કરે છે. તેને તાકાત આપે છે. અમેરિકાને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન કોઈપણ મુસાફર વિમાનને મેક એક એટલે ૧૨૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન કરે છે. જો બૂમ કંપની આ વિમાનને ખરીદી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે કંપનીને ૧૯૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડવાની અનુમતિ મળી જશે કે મળવાની છે.

બૂમ કંપનીના સીઈઓ બ્લેક શોલે કહ્યું કે અમે ૨૦૨૧માં સમજૂતી કરી હતી કે ૧૫ વિમાન આપવામાં આવશે. સાથે અલગથી ૩૫ પ્લેન પછીથી આપવામાં આવશે. પરંતુ પછી ૨૦ અને ૪૦ થઈ ગયા. હવે જોવાનું એ રહેશે કે આ ડીલ કેટલી સફળ થાય છે. બૂમ સુપરસોનિકની નોર્થોપ ગ્રૂમેનની સાથે મિલિટરી અને ઈમરજન્સી રિસ્પોન્સ મિશન માટે ઓવર્ટરનું અલગ-અલગ વર્ઝન બનાવવાની પણ ડીલ છે. આ સમજૂતી પછી બૂમ સુપરસોનિક હાલમાં આ વિમાનોનું પ્રી-લાઈટ ટેસ્ટિગ કરી રહ્યું છે. કંપનીને આશા છે કે આ વિમાનોનું યોગ્ય ઉત્પાદન ૨૦૨૪થી કરશે. 

બૂમ સુપરસોનિક એક અને સુપરસોનિક જેટ બનાવી ચૂક્યું છે. જે ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર છે. તેનું નામ એક્સબી-૧ છે. તેની પહેલી ઉડાન આ વર્ષના અંત સુધી શક્ય છે. બૂમ કંપનીને આશા છે કે દુનિયામાં આગામી કેટલાંક વર્ષોમાં ૧૦૦૦ સુપરસોનિક વિમાન ઉડવા લાગશે. તેના માટે બિઝનેસ ક્લાસની ટિકિટ લાગશે. બૂમ સુપરસોનિકના ઓવર્ટર વિમાનોમાં વિંગ્સ જૂના સુપરસોનિક મુસાફર જેટ કોનકોર્ડની જેમ છે. હવે જોવાનું એ રહેશે કે કેટલી ઝડપથી આ વિમાનોની ઉડાન શ‚ થાય છે. કેમ કે કોનકોર્ડ સુપરસોનિક વિમાનોની ઉડાનને એક દુર્ઘટના પછી રોકી દેવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here