જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

વર્તમાન ગ્રહાધીન સ્થિતિ જોતાં શુભ ગ્રહોના પ્રભાવમાં આપના માટે ભાગ્યોદય કારક પ્રસંગો તેમ જ ઉન્નતિની તકો સાથે યશ-પ્રતિષ્ઠાની અભિવૃદ્ધિ થાય. સામાજિક તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સમય સાનુકૂળ પુરવાર થશે. પ્રવાસ, પર્યટન આનંદદાયી નીવડશે. તબિયત સાચવવી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨, ૩, ૪ આનંદમય દિવસો ગણાય. તા. ૫, ૬ લાભકારક દિવસો પસાર થાય. તા. ૭, ૮ પ્રવાસ થાય, સાનુકૂળ સમય છે.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહ આપના માટે આનંદમય બની રહેશે. ઘરનાં, બહારનાં તમામ કામોમાં આપને યશપ્રાપ્તિ સાથે સફળતા મળશે. સ્નેહીઓ, શુભેચ્છકો અને મિત્રોની મદદ મળશે. ધંધામાં ભાગીદારી હોય તો સાચવવું, નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન – મુલાકાત ફળદાયી નીવડશે. તા. ૨, ૩, ૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૫, ૬ લાભ થાય. તા. ૭ મિશ્ર દિવસ. તા. ૮ શુભ સમાચાર મળે.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયમાં આપના માટે પ્રગતિકારક રચના થઈ શકશે. આપની વ્યક્તિગત મહત્વાકાંક્ષા હોય તો અવશ્ય પૂર્ણ થાય. વિદ્યાર્થી મિત્રો માટે, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા માટે સમય વિશેષ સાનુકૂળ છે. મહેનતનું ફળ અવશ્ય મળશે. એકંદરે આ સપ્તાહ આપને સફળતા આપશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨, ૩, ૪ પ્રગતિકારક રચના થાય. તા. ૫, ૬ સાનુકૂળ દિવસો ગણાય. તા. ૭ સફળ દિવસ. તા. ૮ બપોર પછી રાહત થાય.

કર્ક (ડ.હ.)

સપ્તાહના પ્રારંભમાં આપનો ઉત્સાહ ઉમંગ જળવાશે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વ્યાવસાયિક બાબતોમાં શરૂઆતમાં ઘણી જ સફળતા મળતી જણાશે. વિદેશ વ્યાપાર કરનારને ખાસ લાભ થાય. અંતિમ દિવસોમાં તબિયત સાચવવી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨, ૩, ૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૫, ૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. તા. ૭ તબિયત સાચવવી. તા. ૮ મિશ્ર દિવસ.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. પ્રારંભમાં આપનાં મહત્ત્વનાં કાર્યોમાં યશ મળશે, વ્યવસાય, વ્યાપાર ક્ષેત્રમાં પણ લાભ થશે. પરદેશગમનની શક્યતાઓ પણ ખરી જ. સ્નેહીઓ – શુભેચ્છકો મિત્રો સાથેની મુલાકાત સફળ બનશે. નવી ઓળખાણો લાભપ્રદ બની રહેશે. તા. ૨, ૩, ૪ સામાન્ય દિવસો ગણાય. તા. ૫, ૬ લાભકારક દિવસો પસાર થાય. તા. ૭, ૮ સફળતા મળે.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આર્થિક વ્યવહારોમાં આપને ખૂબ જ કાળજી અને સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં સફળતા મળે તેવા યોગો જણાય છે.  રાજકીય ઓળખાણનો લાભ મળી શકે. શુભ સમાચાર પણ મળી શકે. મિત્રોથી લાભ થશે. તબિયત સાચવવી. પ્રવાસ ટાળવો, વિવાહ ઇચ્છુકો માટે સમય શુભ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૫, ૬ લાભ થાય. તા. ૭, ૮ તબિયત સાચવવી. 

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપના પ્રયત્નો અને કાર્યો સફળ થાય તેમ જણાય છે. દરેક રીતે સાનુકૂળ તકોનો લાભ મળે તેમ છે. પરિણામે માનસિક સુખ-શાંતિ મળશે. સ્નેહીજનો, મિત્રો ઉપયોગી થાય. અગત્યની ઓળખાણ પણ લાભદાયક બની રહેશે. નવું હાઉસ ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો આપના પ્રયત્નો ફળશે. તા. ૨, ૩, ૪ પ્રગતિકારક રચના થાય. તા. ૫ લાભ થાય. તા. ૬ શુભમય દિવસો પસાર થાય. તા. ૭ બપોર પછી રાહત થાય. તા. ૮ લાભ થાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આપની મુશ્કેલીઓનો અંત આવતાં નવીન આશાનો સંચાર થતાં આપનો આનંદ-ઉત્સાહ અને ઉમંગ વધશે. આર્થિક જવાબદારીઓ માટે જ‚રી નાણાંની વ્યવસ્થા શક્ય બનશે. શુભેચ્છક – મિત્ર મદદ‚પ થશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ શુભ ફળ મળે તેમ છે. ગૃહસ્થજીવનમાં પ્રસન્નતા રહેશે. તા. ૨, ૩, ૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૫, ૬ આર્થિક લાભ થાય. તા. ૭ બપોર પછી સારું. તા. ૮ સફળ દિવસ.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં કૌટુંબિક સમસ્યાઓ તેમ જ તેને લગતાં કામકાજ વિવાદ બાદ ઉકેલી શકશો. લાભની તકો માટે આપની નાણાકીય મૂંઝવણનો ઉકેલ મળશે. અટવાયેલા લાભ મળી શકે તેવા યોગો જણાય છે. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. બદલી, સ્થળાંતર થાય તેમ છે. પ્રવાસ શક્ય બને. તા. ૨, ૩, ૪ રાહત થાય. તા. ૫, ૬ લાભકારક દિવસો પસાર થાય. તા. ૭ મિશ્ર દિવસ. તા. ૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ.

મકર (ખ.જ.)

નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રગતિકારક પુરવાર થશે. ઉપરી અધિકારીઓ દ્વારા કદર થાય અને સંબંધો સુધરે. પ્રિય વ્યક્તિ – આપ્તજન સાથે મતભેદ થવાની શક્યતાઓ પણ ખરી જ. સ્ત્રીવર્ગે તબિયત સાચવવી. કદાચ શસ્ત્રક્રિયા થવાની સંભાવના પણ જણાય છે. નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી નડે તેમ છે. તા. ૨, ૩, ૪ પ્રગતિકારક દિવસો ગણાય. તા. ૫, ૬ સ્વજનો સાથેના વ્યવહારમાં સાચવવું. તા. ૭, ૮ તબિયતની કાળજી રાખવી.

કુંભ (ગ.શ.સ.ષ.)

આપના વિકાસમાં અવરોધક સઘળાં પરિબળો દૂર થતાં આપને આનંદની અનુભૂતિ થશે. માનસિક રાહત મળશે. આર્થિક સમસ્યાઓ હશે તો અવશ્ય હલ થઈ શકશે. જમીન – મકાનને લગતા પ્રશ્ર્નોમાં વિઘ્નો – અવરોધો આવવાની શક્યતાઓ ખરી જ. કાળજીપૂર્વક નિર્ણયો લેવા. નોકરિયાત વર્ગને રાહત જણાશે. તા. ૨, ૩, ૪ આનંદમય દિવસો ગણાય. તા. ૫, ૬ રાહત જણાય. તા. ૭, ૮ કાળજીપૂર્વક નિર્ણયો લેવા.

મીન (દ.ચ.ઝ.થ.)

સપ્તાહમાં આપના માટે સાનુકૂળ તકો ઊભી થાય તેને ઝડપી લેતા લાભ થશે. ભવિષ્યમાં ફાયદો થશે. નાણાકીય વ્યવહારોમાં કાળજી રાખવી. નોકરિયાત વર્ગની મુશ્કેલીઓ દૂર થવા સંભાવના ખરી જ. સંતાનોનું આરોગ્ય કાળજી માગી લેશે. વિવાહઇચ્છુકો માટે સમય સાનુકૂળ નથી. ધંધાકીય લાભ થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨, ૩, ૪ લાભ લઈ શકાય. તા. ૫, ૬ આર્થિક બાબતોમાં સંભાળવું. તા. ૭, ૮ સામાન્ય દિવસો ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here