જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જેવું જણાશે. દામ્પત્યજીવનમાં મતભેદો નિવારી શકશો. લગ્નવિવાહને લગતા પ્રશ્ર્નો હોય તો તેમાં સંતોષકારક પ્રગતિ થઈ શકે તેમ છે. પ્રવાસ-પર્યટન શક્ય જણાય છે. વાહનથી ખાસ સંભાળવું. મિલન-મુલાકાત પણ શક્ય જણાય છે. સંતાનોના કેટલાક પ્રશ્ર્નો મૂંઝવશે. તા. ૮, ૯, ૧૦ એકંદરે શુભમય દિવસો પસાર થાય. તા. ૧૧, ૧૨ પ્રગતિકારક રચના થાય. તા. ૧૩, ૧૪ સામાન્ય દિવસો ગણાય.

વ્ાૃષભ (બ.વ.ઉ.)

ચાલુ સમયમાં નોકરી-ધંધાની સમસ્યાઓમાંથી કોઈ સારો ઉકેલ આવી મળશે, જેના કારણે ભવિષ્યમાં લાભ થાય. ઉન્નતિની તક મળે. મકાન-જમીનને લગતા પ્રશ્ર્નો માટે સમય હજી સાનુકૂળ જણાતો નથી. જીવનસાથીની તબિયત સાચવવી. તેની સાથે કૌટુંબિક કારણોસર મતભેદ થાય. હિતશત્રુઓ ફાવે તેમ નથી. પ્રવાસ પર્યટન ટાળવા પ્રયત્ન કરવો. તા. ૮, ૯, ૧૦ પ્રગતિકારક રચના થાય. તા. ૧૧, ૧૨ સંભાળીને કામકાજ કરવું. તા. ૧૩, ૧૪ સમજદારી રાખવી.

મિથુન (ક.છ.ઘ.)

આપની કામગીરીમાં નજીવા અવરોધના કારણે જ ઢીલ કે વિલંબ જોવા મળે. કોર્ટ-કચેરીને લગતા પ્રશ્ર્નો હોય તો તેમાં સાનુકૂળતા જણાય છે. દામ્પત્યજીવનમાં સંવાદિતા રહેશે. સંતાનોના પ્રશ્ર્નો ઉકેલાઈ જતાં મનનો આનંદ વધશે. વિવાહ ઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. તા. ૮, ૯, ૧૦ દરેક રીતે સંભાળવું. તા. ૧૧ લાભ થાય. તા. ૧૨, ૧૩ કાર્ય સફળ થાય. તા. ૧૪ બપોર પછી રાહત જણાય.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. દરેક કાર્યોમાં પ્રગતિકારક રચના થાય તેવા યોગો જણાય છે. મિત્રોથી લાભ થાય નવા સંબંધો કામ લાગશે. મિલન, મુલાકાત શક્ય અને સફળ જણાય છે. મિત્રો-શુભેચ્છકો થકી મનમાં શાંતિ વધવા પામશે. તે સિવાય આર્થિક બાબતોમાં સંભાળીને કામકાજ કરવું જરૂરી જણાય છે. તા. ૮, ૯, ૧૦ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૧, ૧૨ પ્રગતિકારક રચના થાય. તા. ૧૩, ૧૪ આર્થિક બાબતોમાં સંભાળવું.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં આપને એકંદરે શાંતિની અનુભૂતિ થશે. જરૂરિયાત પ્રમાણેનાં આયોજનો સફળ બનતાં વિશેષ આનંદ થશે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિની નવી તકો મળવા સંભાવના ખરી જ. સારા શુભ સમાચાર મળશે. દરેક ક્ષેત્રે સાનુકૂળ સંજોગોનું નિર્માણ થશે. માત્ર જીવનસાથીની તબિયતની ચિંતા અને તે નિમિત્તે ખર્ચ ચાલુ રહેશે. તા. ૮, ૯, ૧૦ આનંદમય દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ પ્રગતિકારક રચના થાય. તા. ૧૩, ૧૪ તબિયત સાચવવી.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં નોકરિયાત વર્ગને માનસિક અશાંતિ-અજંપો વધ્યા કરશે. સમય સંજોગ પ્રમાણે થતા અન્યાયને પણ સહન કરવો પડશે. ઉપરી અધિકારી સાથે મનદુ:ખ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. જીવનસાથી સાથે પણ મનદુ:ખ થવાની સંભાવના ખરી જ માટે ખાસ સંભાળવું. પ્રવાસ ટાળવો. તા. ૮, ૯, ૧૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ સહનશીલતા રાખવી પડશે. તા. ૧૩, ૧૪ ગ્ાૃહસ્થજીવનમાં સંભાળવું પડશે.

તુલા (ર.ત.)

નવું હાઉસ ખરીદવાની ઇચ્છા હોય તો તે આ સપ્તાહમાં સાકાર થઈ શકે તેમ છે. આ અંગેની વાતચીત આગળ વધે તેમ છે. નોકરિયાત વર્ગને અડચણોમાંથી માર્ગ મળશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. નવીન તકો પ્રાપ્ત થશે. પ્રગતિકારક રચના થઈ શકશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૮, ૯, ૧૦ આનંદમય દિવસો ગણાય. તા. ૧૧ લાભ થાય. તા. ૧૨ ઘરમાં શુભ કાર્ય થાય. તા. ૧૩ નવીન તકો પ્રાપ્ત થાય. તા. ૧૪ પ્રગતિકારક રચના થાય.

વ્ાૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં આપને એકંદરે મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. નોકરિયાત વર્ગને કેટલીક પ્રતિકૂળતાઓ સફળતા મળે તેવા યોગો જણાય છે. ધંધાકીય પરિસ્થિતિ કાબૂ હેઠળ જણાશે. અંગત જીવનમાં ગ્ાૃહસ્થજીવનમાં પરસ્પર ગેરસમજો ન થાય તે જોવું પડશે. વાહનથી સંભાળવું. પ્રવાસ માટે સમય સાનુકૂળ નથી. તા. ૮, ૯, ૧૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ ધંધાકીય બાબતોમાં શાંતિ જણાય. તા. ૧૩, ૧૪ વાહનથી સંભાળવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આવશ્યક ખર્ચને પહોંચી વળાય તેમ છે જરૂરી નાણાંની જોગવાઈ થઈ શકશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. ધંધાકીય ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થવાની શક્યતાઓ પણ ખરી જ. જમીન મકાનને લગતા પ્રશ્ર્નો ઉકેલી શકાય તેવા સંજોગોનું નિર્માણ થશે. તા. ૮, ૯, ૧૦ નોકરિયાત વર્ગ માટે શુભ દિવસો. તા. ૧૧, ૧૨ આર્થિક લાભ થાય. તા. ૧૩ દરેક પ્રશ્ર્નોના ઉકેલ મળશે. તા. ૧૪ શુભ દિવસ ગણાય.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં એકંદરે આપને લાભ થાય. દરેક કામકાજમાં સરળતા રહે તેવા યોગો જણાય છે. જમીન-મકાન-વાહનને લગતાં કાર્યો હશે તો તે સરળતાથી પૂર્ણ કરી શકાશે. ધંધાકીય ક્ષેત્રે પણ ધારી સફળતા મળે તેવા યોગો જણાય છે. ગ્ાૃહજીવનની ગેરસમજો દૂર થતાં માનસિક શાંતિ વધશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બની શકે તેમ છે. તા. ૮, ૯, ૧૦ લાભ થાય. તા. ૧૧, ૧૨ દરેક કાર્યો માટે શુભ દિવસો ગણાય. તા. ૧૩ સામાન્ય દિવસ ગણાય. તા. ૧૪ બપોર પછી રાહત થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપનો આનંદ-ઉત્સાહ જળવાઈ રહેશે. ઘરનાં-બહારનાં નાનાં-મોટાં દરેક કાર્યોમાં સફળતા મળતાં વિશેષ આનંદ થાય તેમ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય શુભ જણાય છે. નાનાં-મોટાં પ્રવાસનું આયોજન થઈ શકશે. મિત્રો શુભેચ્છકો સાથે મિલન-મુલાકાત પણ સરળ બને તેમ છે. તા. ૮, ૯, ૧૦ આનંદમય દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ લાભમય દિવસો પસાર થાય. તા. ૧૩, ૧૪ પ્રવાસનું આયોજન કરી શકાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં આપને સફળતાના યોગો દરેક પ્રકારે મનની શાંતિ આપી જશે. આ સમયમાં આપનાં નાનાં મોટાં આયોજનો સફળ થઈ શકશે. આર્થિક દ્ષ્ટિએ પણ સમય વિશેષ સાનુકૂળ જણાય છે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ થઈ શકે તેમ છે. વિવાહ-ઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. તા. ૮, ૯, ૧૦ આનંદમય દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ લાભ થાય. તા. ૧૩ સામાન્ય દિવસ. તા. ૧૪ શુભ કાર્ય થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here