17મી લોકસભામાં કયો પક્ષ વધુ સારો દેખાવ કરશે, કોની સરકાર રચાશે, દેશનું ભવિષ્ય સલામત હાથોમાં રહેશે કે ખતરાજનક હાથોમાં ???સવાલોનો પાર નથી  ને જવાબો અપરંપાર છે.. ર3મી મેના ખબર પડી જશે..

0
1010

 

   દેશની લોકસભાની 7 તબકાકામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઈ ગયા છે. રાજકીય પંડિતો અને મતદાતાઓનો સર્વે કરીને ભવિષ્ય ભાખતા રાજકીય પંડિતો જાતજાતની વાતો કરી રહ્યા છે. જાતિવાદ, ધર્મ, શિક્ષિત- અશિક્ષિત , અમીર- ગરીબ, શહેરી- ગ્રામ્ય- આવા જાતજાતના ગણિત ને ગણતરીઓના આટાપાટા રમાઈ રહ્યા છે. આખરી બે તબક્કામાં 118 બેઠકોની ચૂંટણી  યોજાવાની છે.અગાઉ 2014માં આ 118 બેઠકોમાંથી એનડીએને 86 બેઠકો પર જીત મળી હતી. હવે આ પરિણામને ફરીવાર પ્રાપ્ત કરવું બિલકુલ શક્ય નથી. કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોના ઉમે્દવારો આ બે તબક્કાની ચૂંટણીમાં મહત્વનું પરિબળ સાબિત થશે. ચૂંટણીના આ અંતિમ બે તબક્કામાં કરો યા મરો જેવી હાલત છે. યુપી, બિહાર, પંજાબ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાની લોકસભા બેઠકો પર ભાજપે સારો દેખાવ કરીને પરિણામો પોતાની તરફેણમાં કરવામાં સફળ નહિ થાય તો 2014માં મળી હતી તેવી બહુમતી બેઠકો નહિ મળે. વિપક્ષોના હાથમાં જે બેઠકો આવશે, એ ભાજપ માટે નુકસાન જ પુરવાર થવાનું.