મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુધ્ધ વિવાદિત ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી..

 

    કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ એવું નિવેદન કર્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ વાતની પણ ખબર નહોતી કે આપણા દેશને આઝાદી મળ્યે કેટલા વરસ થયા છે. તેઓ પોતાના સાથીને પૂછતા જોવા મળ્યા હતા. શું આ બાબત અપમાનજનક નથી લાગતી ??

  કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ એવું નિવેદન કર્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને એ વાતની પણ ખબર નથી કે ભારતને કયારે સ્વતંત્રતા મળી. આવા માણસને તો કાનની નીચે લગાવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, કાનની નીચે લગાવવું – એવું બોલવું એ કંઈ ગુનો નથી. મેં એવો કોઈ ગુનો કર્યો જ નથી. મારી સામે કયા કારણે કેસ નોંધવામાં આવ્યો છે. એ જ મને સમજાતું નથી. આ તો મારું અપમાન છે. આ સમગ્ર મામલે મારી બદનામી થઈ છે. હું અદાલતમાં તેમની સામે કેસ દાખલ કરીને જવાબ માગીશ. 

  દરમિયાન રાણેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં શિવસૈનિકો આક્રમક બન્યા હતા. તેમણે નાસિકમાં ભાજપ કાર્યાલય પર પત્થરમારો કરીનો તોડફોડ કરી હતી. તેમણે  નારાયણ રાણે વિરુધ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. સાંગલીમાં નારાયણ રાણેના સ્વાગત માટે લગાવવામાં આવેલા પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી. નારાયણ રાણેએ પોતાનો પ્રતિબાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું શિવસેનાથી બિલકુલ ડરતો નથી. શિવસેના આક્રમક છે, તે હું પણ 

બેવડો આક્રમક છું. નારાયણ રાણે અગાઉ શિવસેનામાં હતા, હાલમાં તેઓ ભાજપના કેન્દ્રીય પ્રધાન છે, તે્ઓ મહારાષ્ટ્રમાં તેમની નિર્ધારિત જન- આર્શીવાદ યાત્રા  કરી લોક- સંપર્ક વધારવાનું કાર્ય કરી રહ્યા છે.