
પરીક્ષા ચાલતી હોય ત્યારે તરુણ વયના વિદ્યાર્થીઓ માનસિક તાણનો અનુભવ કરતા હોયછે. ટેન્શનને કારણે તેઓ એકાગ્રતાથી અભ્યાસ કરી શકતા નથી. આવા કસોટીના સમયે તેમને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 16મી ફેબ્રુઆરીના દિને સવારના 11 વાગ્યાથી 12વાગ્યા સુધીએક કલાકના સમયગાળા દરમિયાન ધોરણ 6થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધીને માર્ગદર્શન આપશે એવી માહિતી કેન્દ્રના માનવ સંસાધન પ્રધાન શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા આપવામાં આવી હતી.