કેરળ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો- 

           તાજેતરમાં કેરળની ઉચ્ચ અદાલતે એક લિવ- ઈન રિલેશનશિપના કેસમાં બહુજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટની ખંડપીઠના ન્યાયાધીશો એ. મહમ્મદ મુશ્તાક  તેમજ ડો. કોસેરે આપેલા ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, લિવ-ઈન- રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર પરણિત દંપતીના બાળક જેમજ ગણવામાં આવશે. બાળકના જૈવિક પિતા સાથે સંબંધમાં રહેતી મહિલાને જુવેનાઈલ જસ્ટિસ એકટના પ્રમાણે, પરિણીત મહિલા જ ગણવી પડશે. બળાત્કાર, જાતીય હુમલો અથવા આકસ્મિક રીતે માતા બનનારી સ્ત્રી જૈવિક પિતાને ઓળખવા કે સ્વીકારવા નહિ ઈચ્છતી હોય તો જ એ બાળકની કે એના જૈવિક પિતાની ઓળખ જાહેર નહિ કરાય. પરંતુ આવા અસાધારણ મામલામાં એવી મહિલાને અપરિણીત માતા તરીકે માનવી પડશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here