અમેરિકામાં ચીની મૂળના લોકો પર વંશીય હુમલાઓ વધ્યા, બાયડેન વહીવટ તંત્રએ આપ્યો  આદેશ

 

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કના ચાઇનાટાઉનમાં દક્ષિણ એશિયન વંશનો એક વ્યક્તિ ચાકુથી હુમલો કરતાં ઘાયલ થયો હતો. ૩૧ જાન્યુઆરીએ, સિલિકોન વેલીમાં એક ૧૯ વર્ષિય હુમલાખોરે ૮૪ વર્ષીય વ્યક્તિ પર હુમલો કરી હત્યા કરી હતી. અમેરિકામાં છેલ્લા એક વર્ષથી આવા કેસ સામે આવ્યા છે. માર્ચથી ડિસેમ્બર ૨૦૨૦ની વચ્ચે, દક્ષિણ એશિયનો પર ત્રણ હજારથી વધુ હુમલા થયા છે.

એકલા ન્યુ યોર્કમાં, ૨૦૧૯ કરતા ૧૦ ગણા વધુ હુમલા થયા છે. આ હુમલાનો સૌથી વધુ ભોગ ચીન, તાઇવાન અને થાઇલેન્ડ મૂળના લોકો છે. નિષ્ણાંતો કહે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના માટે ચીનને દોષી ઠેરવ્યું હતું. ત્યારથી, ચીની મૂળના લોકો પર હુમલાઓ વધી ગયા છે. જ્યારે રોગચાળો વધવા લાગ્યો હતો ત્યારે જ FBI ચેતવણી આપી હતી કે ચીન અને એશિયનો પર હુમલો થઈ શકે છે.

આ હુમલાઓના વિરોધમાં શનિવારે ન્યુ યોર્કમાં એક રેલી યોજવામાં આવી હતી. ન્યુ યોર્કમાં એશિયન અમેરિકન કમ્યુનિટિ (ચાઇનીઝ ઓર્ગેનાઇઝેશન)ના સભ્ય લ્યુસી ચિંગે જણાવ્યું હતું કે શહેરમાં પ્રવાસ કરનારાઓ સામે આવી હિંસા જોવા મળી નથી. આ હુમલાઓ ૯/૧૧ના આતંકી હુમલા પછી ઊભી થયેલી પરિસ્થિતિને યાદ કરાવે છે. ન્યુ યોર્ક સિટીના મેયર બિલ ડી બ્લેસિઓએ કહ્યું કે આવા હુમલાઓ આપ્રવાસી માટે અન્યાય છે. બ્લેસિઓએ પણ રેલીને ટેકો આપ્યો હતો. આ પ્રવાસીના નેતા હુમલો અટકાવવા મેયર સાથે બેઠક કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here