વડા પ્રધાને તેમની સંપત્તિ લોકો સાથે શેર કરી

 

નવી દિલ્હીઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સંપત્તિની જાણકારી લોકો સાથે શેર કરી છે. તેમણે આ પરંપરા વર્ષોથી ચાલુ રાખી છે અને લોકોને પણ રસ હોય છે કે, વડા પ્રધાનની સંપત્તિ કેટલી છે. આ વર્ષે પણ જાણકારી આપીને તેમણે તમામ આંકડા લોકો સમક્ષ મુક્યા છે. જે પ્રમાણે વિતેલા નાણાંકીય વર્ષ દરમિયાન મોદીની સ્થાવર મિલકતમાં ૨૬ ટકાનો વધારો થયો છે. જે પહેલા ૧.૩૯ કરોડ હતી તે વધીને ૧.૭૫ કરોડ રૂપિયા થઈ છે. તેમની સ્થાવર મિલકતમાં ૧૫ મહિનામાં ૩૬ લાખ રૂપિયાનો વધારો થયો છે. આ વધારો થવા પાછળનું કારણ પગારમાં થતી બચત અને અગાઉ જમા થયેલી રકમનુ વ્યાજ છે.

વડા પ્રધાન મોદીની જંગમ મિલકતોમાં કોઈ ખાસ બદલાવ થયો નથી. તેમની પાસે ગાંધીનગરમાં ૧.૧ કરોડનો પ્લોટ છે અને એક ઘર છે. જેમાં તેઓ પરિવાર સાથે એક હિસ્સાના માલિક છે. તેમનો પગાર બે લાખ રૂપિયા છે. જે વૈશ્વિક સ્તરે બીજા નેતાઓના પગાર કરતા ઓછો છે. વડા પ્રધાન મોદીએ પણ કોરોનાના કારણે ઈકોનોમી પર પડેલી અસરને જોતા ૩૦ ટકાનો પગાર કાપ બીજા મંત્રીઓની સાથે સ્વીકાર્યો છે.

૩૦ જુનના રોજ પીએમ મોદીના સેવિંગ્સ એકાઉન્ટનુ બેલેન્સ ૩.૩૮ લાખ રૂપિયા હતુ. ગાંધીનગરની સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં તેમના ૧.૬૦ કરોડ રૂપિયા જમા છે. જે ગયા વર્ષે ૧.૨૭ કરોડ હતા. તેમના પર કોઈ દેવુ નથી. તેમની પાસે સોનાની ચાર અંગૂઠીઓ છે. તેઓ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ થકી ઈનકમટેક્સની બચત કરે છે. લાઈફ ઈન્સ્યોરન્સ માટે તેઓ ૧.૫૦ લાખ રૂપિયા પ્રિમિયમ ભરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here