શ્રી દશા શ્રીમાળી વણિક મિત્ર મંડળ, અમદાવાદ વેક્સિન પ્રોજેક્ટ સંપન્ન 

મંડળના પ્રમુખ અરુણભાઈ શાહ, ડો. રમેશભાઈ શાહ, ડો. અહર્નિશ તેમજ કારોબારી સભ્યો નજરે પડે છે

 

અમદાવાદઃ શ્રી દશા શ્રીમાળી વણિક મિત્ર મંડળ, અમદાવાદ દ્વારા દાતાઓના દાનથી વેક્સિન પ્રોજેક્ટ ૨૦-૦૯-૨૦૨૦ના રવિવારે બારગામ દશા નાગર વાડી – મણિનગર, અમદાવાદમાં યોજાયો હતો. 

મંડળના પ્રમુખ અરુણભાઈ શાહના નેતૃત્વ હેઠળ નિઃશુલ્ક ન્યુમોકોકલ અને સ્વાઇન ફ્લુની રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેનેડા સ્થાયી થયેલા ડો. રશ્મિકાંતભાઈ જી. ચોક્સી અને રંજનાબહેન આર. ચોક્સી તેમજ અમેરિકા સ્થાયી થયેલા ડો. સુધાબહેન બી. શાહ અને ડો. ભરતભાઈ શાહના સહયોગથી કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કાર્યક્રમની સફળતા માટે ભૂતપૂર્વ પ્રમુખ, હોદ્દેદારો તેમજ ચાલુ વર્ષની કમિટીએ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિના જ ડોક્ટર્સ દ્વારા વેક્સિનેશન કેરટેકનની સેવા પૂરી પાડી હતી. મહત્ત્વની વાત એ છે કે સ્થળની સુવિધા બારગામ દશાનાગર વાડીના ટ્રસ્ટી અને લ્સ્સ્ભ્ના એડિટર જયેશભાઈ પરીખે વિશાળ દિલ રાખીને વાપરવા આપી હતી. જેથી મંડળ દરેક જ્ઞાતિજનને આરોગ્યલક્ષી સેવારૂપી કાર્યમાં મદદરૂપ થયા હતા. સેક્રેટરી કમલ શાહે અંતમાં આભારવિધિ કરી કાર્ય પૂર્ણ થયાની જાહેરાત કરી હતી.

(માહિતી સંકલનઃ કમલ શાહ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here